Wed Aug 19 2026

Logo

હેલ્થને હેમખેમ રાખોઃ નાની બીમારી પજવે ત્યારે તંદુરસ્તી રાખો તમારા હાથમાં

2026-08-18 09:51:00
Author: Mita Bawisi
Article Image

મિતા બાવીસી

ગળું

*ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે.
*પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવિંગ રાખવાથી મટે છે.
*મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોની ચાંદી અને ગળાની બળતા મટે છે. 
*ટંકણખારને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી મોંની ચાંદી તથા જીભની ચાંદી મટે છે. 
*બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાની મોંની ચાંદી મટે છે. 

*ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી મટે છે. 
*ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે. 
*ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે. 
*પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોત તો ખૂલશે. 
*રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે. 

*બોરડીની છાલનો કકડો ચૂસવાથી અવાજ બેસી ગયો તો ખૂલશે. 
*દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ મેળવી ચાટણ બનાવી જીભ ઉપર ચોપડવાથી જીભ ઉપર કતરા પડી ગયા હોય તો મટશે. 
*લવિંગને જરા શેકી મોંમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે. 
*ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે. 

*સાકરની ગાંગડી મોંમાં રાખી ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.
*કંઠમાળ પર જવના લોટમાં કોથમીરનો રસ મેળવીને રોજ લગાડવાથી કંઠમાળ મટે છે. 
*કાંદાનું કચુંબર, જીરું અને સિંધવ  નાખી ખાવાથી ગળું  સાફ રહે છે. કફની ખરેટી, બાઝતી નથી.
*તાજી મોળી છાશ પીવાથી મોંનાં ચાંદાં મટે છે. 
*તુલસીનાં પાન ચાવવાથી તથા તુલસીના પાનના ઉકાળાના કોગળા કરવાથી મોંની દુર્ગંધ મટે છે.
*કોથમીર ચાવી ચાવીને ચૂસવાથી ગળાનો કોઈ પણ પ્રકારનો દુખાવો મટે છે.