Sun Aug 23 2026

Logo

મેટાની કાયદાકીય મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો, શા માટે ચૂકવવો પડશે આશરે 133.9 લાખ કરોડ ડૉલરનો દંડ?

California   2026-08-18 20:52:19
Author: Mumbai Samachar Team
Article Image

કેલિફોર્નિયાઃ મેટાની મુશ્કેલીઓ દિવસે-દિવસે વધી રહી છે. કાયદાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલી કંપનીને હવે કરોડો રૂપિયોનો દંડ પણ ભરવો પડી શકે એમ છે. આ ઉપરાંત મેટાના માલિક માર્ક ઝુકરબર્ગને પણ કોર્ટમાં હાજરી આપવી પડી શકે છે. મેટાની સામે એક નવો કોર્ટ કેસ થયો છે. જેમાં કંપની પર ગંભીર કહી શકાય એવા આરોપ મૂકવામાં આવ્યા છે. પ્લેટફોર્મ પર એવો આરોપ છે કે, આ કારણે લોકોનો સોશિયલ મીડિયાની લત લાગી ચૂકી છે અને આવી ઘણી એપ્લિકેશન અનેક પ્રકારનું નુકસાન કરી રહ્યા છે. આવી એપ્લિકેશનથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ માઠી અસર પહોંચી છે. મેન્ટલ હેલ્થ પણ પ્રભાવિત થઈ રહી છે. 

કાયદાકીય મુશ્કેલીઓ વધી

આ કારણે કંપની સામે અનેક એવી કાયદાકીય મુશ્કેલીઓ ઊભી થઈ છે. જેનો સામનો કંપનીએ કરવો પડશે અને આર્થિક દંડ પણ ચૂક્તે કરવો પડશે. આ સાથે કંપનીને 1.4 ટ્રિલિયન ડૉલર એટલે કે, આશરે 133.9 લાખ કરોડ ડૉલરનો દંડ પણ ભરવો પડે એવી પૂરી શક્યાઓ વ્યક્ત થઈ રહી છે. આ અંગેની ખાસ સુનાવણી હવે કેલિફોર્નિયાના ઓકલેન્ડ સ્થિત એક ખાસ કોર્ટમાં થશે. ગત અઠવાડિયામાં મેટાએ આ અંગે કેસ રદ્દ કરવા માટેની માગ પણ કરી હતી. પણ કંપનીએ કરેલી અરજીને કોર્ટે કોઈ રીતે સ્વીકાર કર્યો નહીં.વર્ષ 2023નો આ કેસ છે જ્યારે અમેરિકાના રાજ્ય તરફથી મેટાની સામે એક કેસ કરવામાં આવ્યો હતો. આ કેસની કાર્યવાહી અંતર્ગત સુરક્ષા સંબંધી મામલે અને કેટલીક પોલિસીને લઈને રાજ્યોએ વાંધો ઊઠાવ્યો હતો. બીજા કેટલાક રાજ્યોએ તપાસ કર્યા બાદ સુરક્ષાને લઈને તપાસ કરવામાં આવી ત્યારે પરિણામ અપેક્ષિત ન હતું.

ડેટા ચોરી લીધો

આ પછી તપાસ કરવામાં આવી એમાં બાળકો અને કિશોરવયના વયજુથમાં આવતા લોકોને ગંભીર રીતે નુકસાન થાય એવા કોન્ટેટ મળ્યા હતા. આ પ્રકારની જાણકારી એક મીડિયા રિપોર્ટમાં પણ આપવામાં  આવી હતી. સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ યવોન ગોન્ઝાલેઝ રોજર્સ કેલિફોર્નિયા, કોલોરાડો, કેન્ટુકી અને ન્યુ જર્સીના આરોપો સાંભળશે જેમાં મેટા પર તેની એપ્લિકેશનોની સલામતી અંગે લોકોને જાણી જોઈને ગેરમાર્ગે દોરવાનો અને ગ્રાહક સુરક્ષા કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ચાર સહિત કુલ 29 રાજ્યોએ મેટા પર ચિલ્ડ્રન્સ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ (COPPA)નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યોનો આરોપ છે કે, મેટાને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની હાજરીની જાણ હતી અને તેમણે બાળકો અથવા તેમના માતાપિતાની સંમતિ વિના તેમનો ડેટા લઈ લીધો હતો.

હાજર થવું પડશે

જ્યારે અન્ય રાજ્યોએ અગાઉ મેટા સામે મુકદ્દમા દાખલ કર્યા છે, આ ચોક્કસ કેસ તેના કરતા અલગ છે અને તે મોટા મુદ્દામાં ફેરવાઈ શકે છે. કેલિફોર્નિયા, કોલોરાડો, કેન્ટુકી અને ન્યુ જર્સીએ દંડમાં તેઓ કેટલી રકમ માંગી રહ્યા છે તે સ્પષ્ટ કર્યું નથી. સુનાવણી પહેલા કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં, મેટાએ જણાવ્યું હતું કે રાજ્યો $1.4 ટ્રિલિયન જેટલા દંડની માંગ કરી રહ્યા છે. આ નવા કેસની કાર્યવાહી દરમિયાન મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ સહિત વરિષ્ઠ અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવાની જરૂર પડી શકે છે. ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરી પણ સામેલ થનારાઓમાં સામેલ છે. બંનેએ જુબાની આપવા માટે હાજર રહેવું પડશે.