Wed Aug 19 2026

Logo

બોલો, ગાર્ડને ખુરશી નહીં મળતાં વૈશાલી એક્સપ્રેસ કલાક રોકી: ટ્રેન મેનેજરે કહ્યું- નો સીટ, નો ડ્યુટી!

2026-08-18 22:42:15
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ નવી દિલ્હીથી નીકળેલી વૈશાલી એક્સપ્રેસ જયારે સોમવારે સવારે ગોરખપુર જંકશન પર અચાનક રોકી દેવામાં આવી હતી અને કોઈએ કલ્પના પણ નહીં કરી કે ટ્રેનને શા માટે રોકી? કોઈએ એ પણ વિચાર્યું નહીં હોય કે એક કલાકથી વધારે ડીલે કોઈ ટેક્નિકલ ખામી, ધુમ્મસ કે સિગ્નલના કારણે નહીં પરંતુ એક ગાયબ ખુરશીના કારણે થયું હોય શકે, પણ એના કારણે પ્રવાસીઓએ હેરાન પરેશાન થઈ ગયા હતા.

પેસેન્જર્સ હેરાન થતા પ્લેટફોર્મ પર આમતેમ આંટા મારવા લાગ્યા અને 59 વર્ષના પ્રૌઢ ટ્રેન મેનેજર રામશીશ દાસે સિસ્ટમ સામે નમવાની મનાઈ ફરમાવી દીધી હતી. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનમાં 8 કલાકથી વધુ ડ્યુટી અને બેસવા માટે ફિક્સ્ડ સીટ પણ નહીં. કેમ ચાલે? જયારે અધિકારીઓએ કહ્યું એમજ લઇ જાઓ, તો ટ્રેન મેનજર દાસે કહ્યું નો વે, સેફટી ફર્સ્ટ. પછી શું, તે હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો.

*ખુરશી નહીં તો ડ્યુટી નહીં*
ન્યુ દિલ્હી-લલિતગ્રામ વૈશાલી એક્સપ્રેસ પહેલા જ 31 મિનિટ લેટ થઈને સવારે 9.48 વાગે ગોરખપુર પહોંચી હતી. એક રિપોર્ટ અનુસાર જયારે રામશીશ દાસે ગાર્ડ કોચનો ચાર્જ સંભાળ્યો તો જોયું કે બેસવા માટે ફિક્સ્ડ સીટ જ નહોતી. તેમણે તરત જ સ્ટેશન ઓથોરિટીઝને જણાવ્યું અને પ્લેટફોર્મ પર જ ટ્રેનને રોકી દીધી હતી.

તેમણે કહ્યું કે તેમની પહેલા ટ્રેન મેનેજર તો પાવરકારમાં બેસીને નીકળી ગયા હતા પણ દાસે કોઈ રિસ્ક લીધું નહોતું. તેમણે કોચનો ફોટો લીધો, વારાણસી અને સોનપુર ડિવિઝનમાં મેસેજ કર્યો અને સ્ટેશન સુપ્રિટેન્ડન્ટને મેમો પકડાવી દીધો હતો. ગોરખપુરમાં વાત ન બની તો રેલવે સ્ટાફે કહ્યું કે આગળ દેવરિયામાં સગવડ કરીશું. દેવરિયા પહોંચ્યા પર તેમને એક પ્લાસ્ટિકની ચેર આપવામાં આવી હતી. આ સમગ્ર ખુરશી કાંડના લીધે ટ્રેન ગોરખપુરથી 1 કલાક 9 મિનિટ મોડી રવાના થઈ હતી. ત્યારબાદ ટ્રેન મોડી પડવાનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો.

59 ની ઉંમરમાં પ્લાસ્ટિકની ખુરશી?
રિટાયરમેન્ટ નજીક પહોંચેલા 59 વર્ષના દાસે પ્રશ્ન કર્યો કે આટલી લાંબી અને ઝડપી સફર માટે પ્લાસ્ટિકની ખુરશીનો આ જુગાડ યોગ્ય છે? તેમણે યાદ અપાવ્યું કે અમુક વર્ષ પહેલા ગોરખપુરમાં ફાયર સાધનો ગાયબ થવા પર ટ્રેન રોકી દીધી હતી. તેમનું કહેવું સરળ હતું કે 'જો રસ્તામા કંઇક તકલીફ થાત તો આરોપ મારા માથે આવ્યો હોત, તેથી મારે જવાબદારી લેવી જરૂરી છે.'

આ ઘટના અંગે રેલવેનો જવાબ
પૂર્વોત્તર રેલવેના સીપીઆરઓએ ટીઓઆઈને કહ્યું કે આ મુદ્દો સત્તાવાર અધિકારી સામે ઉપાડવામાં આવ્યો છે. રેલવે અધિકારીઓએ કહ્યું કે સીટની જવાબદારી કેરેજ એન્ડ વેગન ડિપાર્ટમેન્ટની હોય છે. પેસેન્જર્સ ભલે થોડા હેરાન થયા પરંતુ ટ્રેન મેનેજર દાસે સાબિત કર્યું કે જયારે વાત સેફટીની કે હકની હોય તો નો કોમ્પ્રોમાઇઝ.