Wed Aug 19 2026

Logo

NEET પરીક્ષા પ્રણાલી ફુલપ્રૂફ, બ્રેક કરવી મુશ્કેલ'; પેપર લીક વિવાદ પર SCમાં કેન્દ્રનો જવાબ

2026-08-19 13:51:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમા કહ્યું કે નીટ-યુજી પરીક્ષા કરાવા માટે હાલ જે સિસ્ટમ છે તે ફૂલ ફ્રૂફક એટલે કે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જો કે સરકારે એ સ્વીકાર્યું કે આ પ્રક્રિયામાં માનવીય દખલ પણ હોય છે. 

સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષારક મહેતાએ કોર્ટને વિસ્તારથી જણાવ્યું કે પ્રશ્નપત્રની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે. 100 સવાલોવાળા ફિઝિક્સના પેપરનું ઉદાહરણ આપતા મહેતાએ આ પ્રક્રિયા અંગે વિસ્તારથી જણાવ્યું. 

તુષાર મહેતાએ શું કહ્યું?

મોડરેટરના ઘણા ગ્રુપ સૌથી પહેલા 500 સવાલોની એક બેંક બનાવે છે. આ બેંકના બીજા મોડરેટર દરેક 100 સવાલોને પસંત કરે છે અને 4 જુદા જુદા પ્રશ્વપત્ર તૈયાર કરે છે. 

ત્યારબાદ એનટીએના ડાયરેક્ટર જનરલ તે ચાર પેપરોમાંથી બે પેપર પસંદ કરે છે. પછી પેપરને સીસીટીવી અને સીઆઇએસએફની સુરક્ષામાં બે અલગ-અલગ પ્રિન્ટિંગ પ્રેસમાં એક સીલબંધ બોક્સમાં મોકલવામાં આવે છે. 

બોક્સના ઇન્ચાર્જની પાસે એક ડિજિટલ ચાવી હોય છે. બોક્સ ત્યારે જ ખોલવામાં આવે છે જ્યારે પ્રિન્ટિંગ પ્રેસના માલિક એનટીએના ડિજીનો સંપર્ક કરે અને કોડ પ્રાપ્ત કરે

એકવાર બોક્સ ખુલ્યા બાદ કોઇ બહારની વ્યક્તિને પ્રિન્ટિંગ પ્રેસની અંદર જવાની અનુમતિ નથી હોતી અને પૂરી પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે.

 'સીલબંધ કવરમાં રાખવામાં આવે છે પ્રશ્વનપત્ર

મેહતાએ વધુમાં કહ્યું કે પ્રન્ટિંગ પ્રેસવાળા વ્યક્તિને પણ એ ખબર નથી હોતી કે પ્રશ્નપત્ર કયા પરીક્ષા કેન્દ્ર પર મોકલવામાં આવશે. મેહતાએ કહ્યું, "પ્રશ્ન-પત્ર  અને ઓએમઆર શીટને એક સીલબંધ કવરમાં રાખવામાં આવે છે અને કવર ખોલવા માટે સીલ તોડવું પડે છે.”