Tue Aug 18 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ શરીરની ચાકરી કરે ચંદન

2026-08-18 09:49:00
Author: Dr. Harsha Chadwa
Article Image

ડૉ. હર્ષા છાડવા

ચંદનનું મહત્ત્વ ભારતીયોથી વધુ કોણ જાણી શકે? દરેક મંદિરોમાં, ગુરુદ્વારા, દેરાસરો  કે અન્ય મંદિરોમાં ચંદન વપરાશ થાય છે. ઘરમાં પણ પૂજાનું સ્થાન હોય ત્યાં આનો ઉપયોગ થાય છે. ચંદનના દરેક પ્રકારનો ઉપયોગ ધાર્મિક સ્થળમાં એક યા બીજી રીતે થાય છે. ચંદનની શીતળતા એ લોકોને મોટા પાયે પ્રભાવિત કરે છે. ધાર્મિક માન્યતાઓ કે જયોતિષશાસ્ત્રમાં આનું મહત્ત્વ અનેક ગણું છે. ચંદનનો ઐતિહાસિક અને વ્યાપક ઉપયોગ થાય છે. સુગંધિત દ્રવ્યના કારણે આનો ઉપયોગ અત્તર, પરફયુમ, ધૂપ, ફર્નિચર બનાવવામાં થાય છે. ચંદનનું તેલ ઔષધીય ગુણો ધરાવે છે.

ચંદન એ સેન્ટેલેસી કુળનું સુગંધિત અને સદાબહાર વૃક્ષ છે. સૌથી મોંઘું લાકડું આ ચંદનનું છે. ચંદન પ્રકારમાં સફેદ ચંદન, લાલ ચંદન, પીળુ સફેદ વગેરે છે. ચંદન એ ઍન્ટિબૅક્ટેરિયલ, ઍન્ટિફંગલના ગુણો છે. અલ્ફા સેંટોલોલના કારણે તીવ્ર અને મીઠી સુગંધ ધરાવે છે. એના કારણે માનસિક એકાગ્રતા બની રહે છે. બીટા સેંટાલોલને કારણે ઍન્ટિ બૅક્ટેરિયલ ગુણ ધરાવે છે. 

સેંટાલોલ અને સેંટોનોનને કારણે તેમાં બાષ્પિશીલ તેલ બને છે જેને કારણે ઍન્ટિ ઑક્સિડન્ટ અને ઍન્ટિ ઇન્ફલમેટરી ગુણ હોય છે. આ ગુણના કારણે સોજા અને સંક્રમણ પર નિયંત્રણ લાવે છે. સ્વાદે કડવો અને મીઠો એટલે કે પહેલાં ગળ્યો અને પછીથી થોડો કડવો છે. દરેક પ્રકારના ચંદનનો ઉપયોગ ઘણીએ સદીઓથી થાય છે. 

ઔષધીય ગુણો ઉચ્ચ દરજજાના હોવાથી મોંઘું છે. વાતાવરણને પ્રદૂષણથી બચાવે છે. સંક્રમણવાળા બૅક્ટેરિયાના નાશ કરવાનો ગુણધર્મ ધરાવે છે. ચંદનનો ઉપયોગ કરવો સહેલો અને સરળ છે. પાચનની તકલીફો પર સારો પ્રભાવ આપે છે. વિપાક, પોષણ, સ્થિરતા અને શાંતિ પ્રદાન કરે છે. આ આજના વૈજ્ઞાનિકોએ પણ પુરવાર કર્યું છે. 

મૂત્ર માર્ગના સંક્રમણ જેમ કે મૂત્રકારક (દર્દનાક પેશાબ) બળતરા અથવા અટકી અટકીને આવતો પેશાબ કે મૂત્રમાર્ગમાં સોજા હોય, ખતરનાક બૅક્ટેરિયા, ગનોરિયા જેવી બીમારીમાં આના તેલનો ઉપયોગ કરવો જોઈએ. જેથી વિષાકત પદાર્થોનો ઝડપથી નિકાલ થઈ શકે. પેશાબ કરવા સમયે થતી અસુવિધાઓ પર આ સરળ અને પ્રાકૃતિક ઉપચાર છે.

શરીરમાં અત્યાધિક ગરમી કે પિત્તના કારણે ગળામાં રેસીસ થવા પર કે ગળામાં સુકાપણું, કોળિયો ગળવામાં મુશ્કેલી થવી કે ખજવાળ થવી ત્યારે તેલનાં બે-ત્રણ ટીપાં પાણીમાં નાખીને કોગળા કરવા જેથી ગળાની અંદરની કે જખમ જલદી સાજો થઈ જાય છે.

માથાના દુખાવામાં કે માનસિક તાણ વધુ પ્રમાણમાં હોય ત્યારે ચંદનનો લેપ લગાવાથી ઘણી જ રાહત જણાય છે. ખૂબ જ ઝડપથી પરિણામ મળે છે. ચંદન જવરનાશક એટલે કે તાવ પર સારું પરિણામ મળે છે. ચંદન શરીરમાં ગરમી વધારવા વગર પાચન શક્તિ વધારે છે. તેથી જ લીવર અને પિતાશયની તકલીફમાં આ ઇલાજ કારગર છે. 

લીવરની નુકસાની થતી અટકાવે છે. પિત્તાશયની પથરી પ્રાકૃતિક રીતે કાઢવા માટે પિત્તાશયના કાર્યની કાર્યશીલ બનાવું પડે છે. જે ચંદનના પાઉડરના ઍન્ટિ ઑક્સિડેન્ટ ગુણોને લીધે થાય છે. તેથી જ ડિટોક્સ કે ફલીજીંગ પ્રક્રિયાઓ માટે ચંદન પાઉડરનો વિશેષ ઉપયોગ થાય છે.

ત્વચા પર થતા બધા જ રોગો માટે આના જેવી કોઈ દવા નથી. ફોડા-ફૂંસી, ખીલ, મોટા જખમ વેરીકોઝ વેનના કારણે થતા જખમ, ડાયાબિટીસના રોગીને થતાં ગુમડાં કે પસવાળાં ગુમડાં પર ચંદનનું તેલ અને પાઉડરનો ઉપયોગ કરી શકાય. લોહીવાળા પાઇલ્સ, પસવાળા પાઇલ્સ પર આના તેલથી બનાવેલો મલમ ખૂબ જ ઉપયોગી છે.

હડપીસની તકલીફમાં બળતરા સોજા થાય છે ત્યારે આનો લેપમાં એળીયો  ઘસીને મિક્સ કરીને લગાડવાથી લગભગ ત્રણથી ચાર દિવસમાં હડપીસ મટી જાય છે. ચણાનો લોટ અને તેલનો વધુ પડતો ઉપયોગથી હડપીસ થાય છે. તે ખાવાના થોડો સમય માટે બંધ કરી દેવા. લાલ ચંદન વધુ ઉપયોગી છે. પડી જવાથી જ્યારે સોજા આવે છે (ઢીમચું) થઈ જાય ત્યારે લાલ ચંદનનો લેપ લગાડવાથી માત્ર બે દિવસમાં ઢીમચું મટી જાય છે. આંખ પર હડપીસ થાય ત્યારે લાલ ચંદન અને એળીયો બન્ને ઘસીને લેપ બનાવો. કહેવાય છે કે ચંદન ઘસાઈ ઘસાઈને સુવાસ આપે છે.

પેટમા અલ્સર,  આંતરડામાં અલ્સર, પગ પર અલ્સર, મોઢામાં અલ્સર થાય ત્યારે ચંદન ઘસીને તેને પાણીમાં નાખીને થોડું પીવાથી લગભગ અલ્સરના ઘાવ ભરાઈ જાય છે. અલ્સર થવાનું મુખ્ય કારણ વિટામિન બી 12ની ઊણપ છે. 

તેવો ખોરાક લેવો જેમાં વિટામિ બી હોય જેથી ઘાવ જલદી ભરાઈ જાય. અન્ય ઘાવ પર ચંદનનું તેલ નાખી લેપ બનાવીને લગાડવાથી સારું પરિણામ મળે છે. હાલના અધ્યયનમાં સિદ્ધ થયું છે.

ગરમીના સમયમાં બાળકોને, પુખ્ત વયના લોકોને ઘણીવાર ધમોરિયા કે બળતરા થતી હોય ત્યારે ચંદનના પાણીથી નહાવાથી તેમાંથી છૂટકારો મળે છે. ચંદન એ ઍન્ટિ સ્પાસ્માડિક એજન્ટના રૂપમાં કામ કર છે. જે તંત્રિકા તંત્ર, માંસપેશી રક્તવાહિનીઓને આરામ આપવામાં મદદ કરે છે.

ચંદનના તેલનો બાષ્પ લેવાથી હાઇબ્લડ પ્રેશરનેને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મસ્તિષ્કને સેરોેટેનિન બનાવામાં મદદ કરે છે. ખુશી અને સંતોષનો અનુભવ કરાવે છે. માનસિક સ્વાસ્થ્ય, અવસાદ, ચિંતા વિકાર, તણાવ વગેરે માટે ચંદનનો લેપ કે અગરબતી દ્વારા તેની સુંગધ લેવાથી વિકારો દૂર થાય છે. ધ્યાન આપવું કે અગરબતી સાચા ચંદનની હોય.

ચંદન એ એક બેમિસાલ ઔષધી છે. બાહ્ય તકલીફો જલદીથી દૂર કરે છે. આંતરિક ઉપયોગ માટે ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે. ચંદનનો ઉપયોગ  ઘણાય લોકો રોજબરોજ કરે છે. મંદિરો અને દેરાસરમાં આનું તિલક લોકો રોજ કરે છે. માનસિક વિકાર કે શારીરિક ઉપચાર માટે ચંદન શ્રેષ્ઠ છે. આનાથી કોઈ અજાણ નથી. લોકો આનો ઉપયોગ તિલક લગાવવામાં જ કરે છે, પણ એના અન્ય ઉપયોગથી સારું સ્વાસ્થ્ય મેળવી શકાય. આનો ઉપયોગ કરવાથી મોટી બીમારી આવતી જ નથી.

ચંદનની મજબૂતી અને મહીન બનાવટના કારણે ઘણી સંસ્કૃતિઓમાં મંત્રોચ્ચાર માટે માળા તેમ જ મૂર્તિઓ બનાવે છે, પરંપરાગત આનો વિશેષ ઉપયોગ થાય છે.