વોશિંગ્ટન/ઇસ્લામાબાદઃ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીના પ્રમુખ એર્દોગન અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે મક્કામાં એક સામૂહિક સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આ કરારને પશ્ચિમ એશિયામાં એકતા અને આત્મરક્ષણ માટે ઉત્તમ પગલું ગણાવીને ત્રણેય દેશોના નેતૃત્વને વધાવ્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન વચ્ચેના સંરક્ષણ કરારને એક મોટું, સાહસિક અને મહત્વપૂર્ણ પ્રથમ પગલું ગણાવ્યું હતું.
આ કરાર પર મક્કામાં ૭ ઓગસ્ટના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં સામૂહિક સુરક્ષા માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ કરાર હેઠળ ત્રણેય દેશોમાંથી કોઇ પણ એક દેશ પરના સશસ્ત્ર હુમલાને ત્રણેય દેશો પર હુમલો ગણવામાં આવશે. આ કરાર પર સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે હસ્તાક્ષર કર્યા હતા.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હું એ જોઇને બહુ ખુશ છું કે સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાને તાજેતરમાં અને અંતે મક્કાએ સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે દર્શાવે છે કે પશ્ચિમ એશિયા સંગઠિત થઇ રહ્યું છે અને આ દેશો વધુ અસરકાર રીતે પોતાનું રક્ષણ કરી શકશે.
તેમણે લખ્યું કે આ ત્રણેય દેશોના શ્રેષ્ઠ નેતૃત્વને અભિનંદન. આ એક મોટું, સાહસિક અને મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે-વાહ!