રશિયાએ શનિવારે રાતે યૂક્રેનના ક્રિવી રિહ શહેરમાં ભારતીય અબજોપતિ લક્ષ્મી મિત્તલની કંપની આર્સેલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટ પર મિસાઇલ હુમલો કર્યો. હુમલામાં બે લોકોના મોત થયા અને 13 કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર ઘાયલ થયા.
આ યૂક્રેનનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ છે. હુમલા બાદ પ્લાન્ટમાં પ્રોડક્શનનું કેટલુક કામ અટકાવવું પડ્યું. પ્લાન્ટની ઉર્જા વ્યવસ્થા અને બ્લાસ્ટ ફર્નેસ સાથે જોડાયેલા કેટલાક મહત્વના ભાગોને નુકસાન પહોંચ્યું છે.
હુમલા બાદ ફાયરવિભાગ, બચાવ દળ અને મેડિકલ ટીમ સ્થળ પર પહોંચી. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
પ્લાન્ટમાં શું બને છે?
ક્રિવી રિહનો આર્સલર મિત્તલ પ્લાન્ટ યૂક્રેનનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ છે. અહીં સ્ટીલ બનાવવા માટે મોટા બ્લાસ્ટ ફર્નેસ અને અન્ય ઉત્પાદન એકમો છે. રશિયાના હુમલામાં આ ઉત્પાદન સાથે જોડાયેલા કેટલાક મહત્વના ભાગોને નુકસાન પહોંચ્યું છે. એટલે કંપનીએ પ્લાન્ટનું કેટલુંક કામ અસ્થાયી રીતે અટકાવી દીધું છે.
2022માં થયો હતો હુમલો
આ પ્લાન્ટ પર રશિયા પહેલા પણ હુમલો કરી ચૂક્યું છે. 2022માં થયેલા રશિયાના મિસાઇલ હુમલામાં પ્લાન્ટની એક રોલિંગક મિલ નષ્ટ થઇ ગઇ હતી. અને એક કર્મચારીનું મૃત્યુ થઇ ગયું હતું.
આ વખતનો હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે અને રશિયાના હુમલા યૂક્રેનના મહત્વના બનિયાદી માળખાને નિશાન બનાવી રહ્યા છે.
લક્ષ્મી મિત્તલની કંપની યૂક્રેનમાં કેમ મહત્વની છે?
આર્સેલરમિત્તલની ક્રિવી રિહ યૂક્રેનની અર્થવ્યવસ્થા માટે મહત્વનું ઔદ્યોગિક એકમ છે. આ કંપની દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપનીઓમાં સામેલ આર્સેલરમિત્તલનો હિસ્સો છે. જેના ચેરમેન અને પ્રમુખ શેરધારક ભારતીય મૂળના ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલ છે. પ્લાન્ટ યૂક્રેનના મોટા ઔદ્યોગિક શહેર ક્રિવી રિહમાં સ્થિત છે. આ શહેર યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીનું ગૃહનગર પણ છે.
હુમલા બાદ હાલ કંપનીનું ધ્યાન ઘાયલોની મદદ, નુકસાનનું આકલન અને પ્રભાવિત ઉત્પાદન એકમોને સુરક્ષિત કરવા પર છે.