મુંબઈઃ બોલિવૂડમાં ઘણી એવી જોડી છે જે એકવાર સ્ક્રિન પર આવીને અમીટ છાપ છોડી ગઈ. આવી જ એક જોડી સ્ક્રિન પર આવવા માટે તૈયાર છે. વાત મૂળ એમ છે કે ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીના એક બોલિવૂડ ફિલ્મ પ્રોજેક્ટમાં પહેલીવાર સૈફઅલી ખાન અને કિયારા અડવાણી એકસાથે સ્ક્રિન શૅર કરી રહ્યા છે.
જાણીતા એન્ટરટેઈનમેન્ટના બેનરમાં તૈયાર થનારી ફિલ્મમાં લીડ રોલમાં સૈફઅલી ખાન અને કિયારા જોવા મળશે. ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને કામ ચાલી રહ્યું છે.આ કઈ ફિલ્મ છે અને શેના પર છે એ વિષય હજું કોઈ વિગત સામે આવી નથી. પણ સૂત્રો એવું કહે છે કે, આ ફિલ્મ એક્શન સિકવન્સ હોઈ શકે છે.
ડાયરેક્ટર તરીકે પહેલો પ્રોજેક્ટ
સ્ક્રિનરાઈટર કનિકા ઢિલ્લોન સમગ્ર ફિલ્મને ડાયરેક્ટ કરવાના છે. ડાયરેક્ટ તરીકે તેમનો આ ડેબ્યુ પ્રોજેક્ટ છે.પહેલીવાર એવું બની રહ્યું છે કે, સૈફઅલી ખાન અને કિયારા એક સ્ક્રિન પર જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ શરૂ થવાની તૈયારી છે. કનિકાની આ ફિલ્મમાં સૈફઅલી ખાન સાથે કેટલીક વાત પણ થઈ છે. એક્શન થ્રિલર ફિલ્મમાં બીજા પણ કેટલાક સરપ્રાઈઝ આપી શકે એવા પાસા હશે. બન્ને કલાકારને ધ્યાનમાં રાખીને હાલમાં સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી રહી છે.
આ સ્ક્રિપ્ટ પર ઘણા લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું. મેકર્સ સમગ્ર વિષયને આગળ લઈ જવા માટે તૈયાર છે. પહેલીવાર કનિકા ડાયરેક્ટરની ખુરશી પર બેસવાની છે. મનમર્ઝીયા, કેદારનાથ, જજમેન્ટલ હૈ ક્યા, હસીન દિલરૂબા, રશ્મિ રોકેટ, રક્ષા બંધન અને ડંકી જેવી ફિલ્મોમાં તે સ્ક્રિનરાઈટર તરીકે કામ કરી ચૂક્યા છે હવે ડાયરેક્ટર તરીકે આવી રહ્યા છે. ફિલ્મમાં અવશ્ય કંઈક નવું હોવાના એંધાણ મળે છે. ફિલ્મને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
અક્ષય સાથે આવી રહી છે ફિલ્મ
સૈફઅલી ખાન પોતાની નવી ફિલ્મ હૈવાનને લઈને ચર્ચામાં છે. જેમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળશે. 11 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મ આવશે. જ્યારે કિયારાની ફિલ્મ ટોક્સિક આવવાની છે. જેમાં તે યશ સાથે એકથી એક હોટ સીન આપી રહી છે. આ ફિલ્મ 26 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.
સમગ્ર ફિલ્મને લઈને ફેન્સમાં એક અલગ પ્રકારનું એક્ઝાઈટમેન્ટ જોવા મળી રહ્યું છે. ત્રણ ત્રણ વાર ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કર્યા બાદ હવે આ ફિલ્મની તારીખ નક્કી કરવામાં આવી છે. હવે વધારે સ્ક્રિન મળી રહે એ માટે આવું કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે, ફિલ્મ કેટલી અસર ઊભી કરી શકે છે.