લખનઊની લડત લેખે લાગી, કોલકાતાને ફરી પહેલી વાર જીતવા ન મળ્યું
કોલકાતાઃ અજિંક્ય રહાણેના નેતૃત્વમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (20 ઓવરમાં 4/181)નો અહીં ઈડન ગાર્ડન્સમાં ગુરુવારે લખનઊ સુપર જાયન્ટ્સ (20 ઓવરમાં 7/182) સામે છેલ્લા બૉલમાં પરાજય થયો અને ફરી કોલકાતાને આ વખતની આઇપીએલમાં પહેલી વાર વિજય માણવા ન મળ્યો. લખનઊની ટીમ સાધારણ શરૂઆત કર્યા બાદ મિડલની ઓવર્સમાં સમયાંતરે વિકેટ ગુમાવતી રહી, પણ છેક સુધી કોલકાતાને લડત આપી રહી હતી.
2.60 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા મુકુલ ચૌધરી (54 અણનમ, 27 બૉલ, સાત સિક્સર, બે ફોર)એ લખનઊને છેલ્લા બૉલે ત્રણ વિકેટના માર્જિનથી રોમાંચક વિજય અપાવ્યો હતો. પેસ બોલર વૈભવ અરોરાની 20મી ઓવરમાં લખનઊએ જીતવા 14 રન કરવાના હતા અને મુકુલ ચૌધરીએ બે છગ્ગાની મદદથી એ રન બનાવીને લખનઊને જિતાડ્યું હતું. બુધવારે ગુજરાતે દિલ્હી સામે આવા જ થ્રિલરમાં વિજય મેળવ્યો હતો.
IPL
લખનઊના નિકોલસ પૂરન (13 રન, 15 બૉલ, એક સિક્સર) અને આયુષ બદોની (54 રન, 34 બૉલ, બે સિક્સર, સાત ફોર)ની જોડી ક્રીઝમાં હતી ત્યાં સુધી લખનઊના વિજયની આશા પ્રબળ હતી, પરંતુ પૂરને 12મી ઓવરમાં કાર્તિક ત્યાગીના શૉર્ટ બૉલમાં બાઉન્ડરી નજીક રમણદીપ સિંહને કૅચ આપી દેતાં લખનઊને મોટો ઝટકો લાગ્યો હતો. ત્યાર બાદ લખનઊએ મૅચ પરથી ધીમે-ધીમે પકડ ગુમાવી હતી. જોકે મુકુલ ચૌધરીએ ટીમની આબરૂ સાચવી હતી. મુકુલને આવેશ ખાન (એક અણનમ)નો છેક સુધી સાથ મળ્યો હતો. વૈભવ અને અનુકૂલે બે-બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, કોલકાતાએ બૅટિંગ મળ્યા બાદ ચાર વિકેટે 181 રન બનાવ્યા હતા. કોલકાતાની ટીમમાં એક પણ બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો. ટીમમાં અંગક્રિશ રઘુવંશી (45 રન), કૅપ્ટન અજિંક્ય રહાણે (41 રન), રૉવમૅન પૉવેલ (અણનમ 39) અને કૅમેરન ગ્રીન (અણનમ 32)ના સાધારણ યોગદાન હતા. લખનઊના શમીને એક પણ વિકેટ નહોતી મળી, પણ તેણે કોલકાતાના બૅટ્સમેનને અંકુશમાં રાખ્યા હતા. પ્રિન્સ, રાઠી, સિદ્ધાર્થ અને આવેશ ખાનને એક-એક વિકેટ મળી હતી.
કૅમેરન ગ્રીનની પહેલી વખત બોલિંગ
કોલકાતા વતી એક સીઝન રમવાના 25.20 કરોડ રૂપિયા મેળવતા કૅમેરન ગ્રીને પહેલી ત્રણ મૅચમાં બૅટિંગમાં ફ્લૉપ રહ્યા પછી ગુરુવારે (આ વખતે) પહેલી વખત બોલિંગ
કરી હતી અને બીજા જ બૉલમાં તેણે રિષભ પંત (10 રન)ને આઉટ કર્યો હતો. જોકે છેલ્લે મુકુલ ચૌધરીએ તેની ઓવરમાં બે છગ્ગા અને એક ચોગ્ગા સહિત
----------
શુક્રવારે કઈ મૅચ?
રાજસ્થાન વિરુદ્ધ બેંગ્લૂરુ
(ગુવાહાટી, સાંજે 7.30 વાગ્યાથી)