Sat May 30 2026

Logo

કર્ણાટકમાં સત્તાનો મોટો ખેલ પૂર્ણ! 3 જૂને થશે શપથવિધિ, શિવકુમારની પસંદગી પાછળ કોણે ભજવ્યો મોટો રોલ?

2026-05-30 17:48:00
Author: Mumbai Samachar Team
Article Image

બેંગ્લુરૂઃ કર્ણાટકમાં કોંગ્રેસે સરકારમાં ફેરબદલી કરીને હવે ડી.કે. શિવકુમારના હાથમાં કર્ણાટક રાજ્યનું નેતૃત્વ સોંપી દીધું છે. કર્ણાકટના 25માં મુખ્યમંત્રી તરીકે તેઓ આગામી તારીખ 3 જૂનના રોજ શપથ લેવાના છે. આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. આ પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ પછી પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજીનામું આપી દીધું હતું.

રિપોર્ટ અનુસાર,છેલ્લા ત્રણ વર્ષથી કર્ણાટકમાં સત્તાની ખુરશીને લઈને મોટી ખેંચતાણ જોવા મળે છે. શનિવારે સાંજે શિવકુમાર ધારાસભ્ય દળના મુખ્યનેતા તરીકે ચૂંટાયા હતા. આ પછી હવે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય દળની એક મહત્ત્વની બેઠક યોજશે. આ બેઠકમાં AICના મહાસચીવ કે.સી.વેણુગોપાલ, કર્ણાટકના કોંગ્રેસ પ્રભારી રણદીપસિંહ સુરજેવાલા પણ જાડાશે. 

સત્તાવાર જાહેરાત કરાશે

આ બહેઠકમાં શિવકુમારની ધારાસભ્ય દળના નેતા તરીકેની જાહેરાત સત્તાવાર થશે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર શપથગ્રહણ સમારોહ લોકભવનના ગ્લાસ હાઉસમાં થશે. એવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, કોંગ્રેસના મોટા નેતાઓ, મંત્રીમંડળના સાથીઓ, પાર્ટીના કાર્યકર્તાઓ તથા સમગ્ર કર્ણાટકમાંથી કોંગ્રેસના સમર્થકો આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે.

શિવકુમારની પસંગી કરવાને લઈને કોંગ્રેસ ખૂબ સમજી વિચારીને આ પગલું લીધુ હોવાનું માનવામાં આવે છે. 64 વર્ષના શિવકુમારની મુખ્યમંત્રી તરીકેનું એલાન સિદ્ઘારમૈયાના દિલ્હી કોંગ્રેસ સાથેના વિચારવિમર્શ બાદ મુખ્યમંત્રી તરીકે રાજીનામું મૂક્યા બાદ થઈ છે. બીજા દિવસે આ નામ નક્કી થઈ ગયું હતું. આને કોંગ્રેસ તરફથી અગાઉથી નક્કી કરેલી કેટલીક વ્યવસ્થાઓને લાગુ કરવા એક તૈયારી રૂપે જોવામાં આવે છે. કોંગ્રેસ નેતા અને સાંસદ પ્રિયંકા ગાંધીએ ડી કે શિવકુમારનું નામ આગળ કર્યું હતું. પ્રિયંકા સાથે એમના સંબંધો ઘણા સારા રહ્યા છે. 

શિવકુમારનું નામ કોણે સૂચવ્યું?

બે વર્ષ પહેલા લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધીએ શિવકુમારનું સજેશન આપ્યું હતું. વાયનાડમાં પ્રિયંકા ગાંધી જ્યારે પ્રચાર અભિયાનમાં હતા એ સમયે ઘણી મોટી જવાબદારી શિવકુમારે નિભાવી હતી. શિવકુમાર સાથે અન્ય પાંચ ધારાસભ્યો એક મંત્રી તરીકે શપથ લેશે. આ પછી પાર્ટી મંત્રીમંડળના વિસ્તાર પર વિચાર કરીને નિર્ણય લેશે. પાર્ટીના મંત્રીમંડળને લઈને મહત્ત્વના મુદ્દાઓ, રાજ્યની રાજકીય સ્થિતિ અને પક્ષના કેટલાક વલણ અંગે વિચાર કર્યા બાદ કોઈ મોટો નિર્ણય લેવામાં આવશે. હાલમાં તો શિવકુમારની શપથવિધિની તૈયારીઓ ચાલી રહી છે.

નવા મુખ્યમંત્રી શિવકુમાર પાસે મુખ્યમંત્રી બન્યા બાદ પાંચ મોટા પડકારો છે, જેમાં કેબિનેટ સંતુલન, અહિંદા સમર્થન, નાણાકીય બાબતો, વિકાસ અને કાર્યકર્તાઓના મુદ્દાનો સમાવેશ થાય છે. આ સિવાય નાણાકીય દબાવ વચ્ચે નાગરિકો માટેની કલ્યાણકારી યોજના યથાવત રાખવા જેવો પડકાર મોટો છે. જે નાગરિકોને સીધી રીતે અસર કરે છે. 

પડકારો મોટા છે

શિવકુમારની નવી ટીમમાં વધુ પ્રતિનિધિત્વની આશા રાખવામાં આવી રહી છે. એવામાં વિભાગોનું વર્ગીકરણ થોડું પેચીદું રહી શકે છે. પરિષદની પસંદગી કરીને જે તે વ્યક્તિને જવાબદારી સોંપવી સૌથી મોટો પડકાર બની શકે છે. બીજી તરફ ધારાસભ્યોની સામે વિપક્ષ કોઈ મોટી માગ કરશે કે કોઈ બીજા મુદ્દે વિરોધ પ્રદર્શન કરીને મુશ્કેલીઓ વધારશે એ મુદ્દો પણ ખૂબ મોટો છે.

સિદ્ધારામૈયાને ખૂબ જ મહેનત કરીને અહિંદાનું સમર્થન ઊભું કર્યું છે. આ સમર્થનને જાળવી રાખવું એ પણ ચેલેન્જ છે. વર્ષ 2023માં કોંગ્રેસને સત્તા પર લાવવા માટે લઘુમતી, છેવાડાના લોકો અને દલીત સમુદાયે ઘણી મોટી ભૂમિકા નિભાવી હતી. કોંગ્રેસ માટે આ આખા વર્ગને જાળવી રાખવાની ચેલેન્જ છે.