Thu Jun 18 2026

Logo

બુમરાહનો જાદુ ઓસર્યોઃ શશાંક સિંહને વિકેટ મળે છે તો 'જસ્સી' કેમ નિષ્ફળ?

2026-04-13 14:46:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: જસપ્રીત બુમરાહને વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ઘાતક બોલર્સ માનવામાં આવે છે, દિગ્ગજ બેટર્સ પણ તેની સામે બેટિંગ કરતા ડરે છે, પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં બુમરાહનો જાદુ હજુ સુધી ચાલ્યો નથી. મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમતાએ IPL 2026માં બુમરાહે ચાર મેચ રમી છે, જેમાં તેણે  કુલ 15 ઓવર ફેંકી છે, પરંતુ હજુ સુધી એક પણ વિકેટ લઇ શક્યો નથી.

બુમરાહનું આવું પ્રદર્શન જોઈને ચાહકો આશ્ચર્યવ્યક્ત કરી રહ્યા છે. IPLની આ સિઝનમાં શશાંક સિંહ અને રિયાન પરાગ જેવા પાર્ટ-ટાઇમ બોલર્સ પણ વિકેટ લઇ ચુક્યા છે, ત્યારે બુમરાહનું ખાતું હજુ સુધી નથી ખુલ્યું. શશાંક સિંહે પંજાબ કિંગ્સ (PBKS) તરફથી બે વિકેટ લીધી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ (RR) ના કેપ્ટન રિયાન પરાગે પણ એક વિકેટ લીધી છે.

જસપ્રીત બુમરાહ IPL 2026 વિકેટ નથી લઇ શક્યો, પરંતુ રન કંટ્રોલ કરી શક્યો છે. આ સિઝનમાં બુમરાહની ઇકોનોમી રેટ 8.20 રહી છે. IPL 2026 માં 15 કે તેથી વધુ ઓવર ફેંકનારા બોલરોમાં, ફક્ત લુંગી ન્ગીડી અને મોહમ્મદ શમીની જ ઇકોનોમી રેટ બુમરાહ કરતા ઓછી છે. આમ વિરોધી ટીમની રનરેટ પર કાબુ રાખીને તે મુંબઈ ઇન્ડિયન્સ ટીમને મદદ કરી રહ્યો છે.

IPLમાં જસપ્રીત બુમરાહના બોલિંગ આંકડા (છેલ્લા 5 ઇનિંગ્સ)

  • 0/40 (4 ઓવર) vs પંજાબ કિંગ્સ, અમદાવાદ (2025)
  • 0/35 (4 ઓવર) vs કોલકાતા નાઈટ રાઇડર્સ, વાનખેડે
  • 0/21 (4 ઓવર) vs દિલ્હી કેપિટલ્સ, દિલ્હી
  • 0/32 (3 ઓવર) vs રાજસ્થાન રોયલ્સ, ગુવાહાટી
  • 0/35 (4 ઓવર) vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, વાનખેડે