Fri May 29 2026

Logo

જસપ્રીત બુમરાહ Vs સંજના ગણેશન: 'ધુરંધર ટુ'ના ક્રેઝમાં પત્નીએ પતિની ઉડાવી મજાક!

2026-03-25 20:47:00
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડ ફિલ્મ 'ધુરંધર ૨' બોક્સ ઓફિસ પર તો ધમાલ મચાવી જ રહી છે, પરંતુ હવે સોશિયલ મીડિયા પર પણ આ ફિલ્મના મીમ્સની વર્ષા થઈ રહી છે. તાજેતરમાં ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહ અને તેની પત્ની સંજના ગણેશન વચ્ચેની એક રમુજી વાતચીતે નેટિઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. સંજના ગણેશને 'ધુરંધર ૨' ના એક લોકપ્રિય ડાયલોગનો ઉપયોગ કરીને બુમરાહને ટ્રોલ કર્યો છે, જે અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

સંજના ગણેશને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક મીમ શેર કર્યું છે, આ મીમમાં 'ધુરંધર 2'નો અત્યંત લોકપ્રિય ડાયલોગ "ઘર કી યાદ નહીં આઈ તુઝે?"નો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંજનાએ પોતાની સ્ટોરીમાં મજાકિયા અંદાજમાં લખ્યું હતું કે જ્યારે બુમરાહ તેના મિત્રો સાથે 'બોયઝ નાઈટ' માટે બહાર જવાનું વિચારે છે, ત્યારે હું તેને આ ડાયલોગ દ્વારા ઘરે રહેવાની યાદ અપાવે છે.

સોશિયલ મીડિયા પર બુમરાહ અને સંજનાની આ ક્યૂટ નોક-જોક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. ક્રિકેટના મેદાન પર બેટ્સમેનોના સ્ટમ્પ ઉખેડી નાખનાર બુમરાહ પણ ઘરે પત્ની સંજના ગણેશનના આ ગૂગલી બોલ પર ક્લીન બોલ્ડ થતા જોવા મળ્યો હતો. સંજનાની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહી છે. નેટિઝન્સ આ મીમ પર જાત જાતની કમેન્ટ્સ અને લાઈક કરી રહ્યા છે.

હાલમાં જ્યાં જુઓ ત્યાં લોકો પર ધુરંધર ટુનો ક્રેઝ છવાયેલો છે તો આ ક્રેઝમાંથી સંજના ગણેશન અને ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીમ બુમરાહ કઈ રીતે બાકાત રહી શકે? ફેન્સ જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનની ઓન સ્ક્રીન તેમ જ ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રીને ખૂબ જ પસંદ કરે છે. 

વાત કરીએ બોક્સ ઓફિસ પર આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધુરંધર ટુના પર્ફોર્મન્સની તો 19મી માર્ચના થિયેટરમાં રિલીઝ થયેલી રણવીર સિંહની આ ફિલ્મે અત્યાર સુધીમાં ભારતમાં રૂપિયા 600 કરોડથી વધુનું નેટ કલેક્શન કરી લીધું છે. ફિલ્મમાં રણવીર સિંહની સાથે સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજ કલાકારોએ પોતાનો જાદુ ચલાવ્યો છે.