Thu Jun 18 2026

Logo

IPLમાં બુમરાહ નહીં આ બોલરે ફેંક્યા છે સૌથી વધુ ડોટ બોલ, જાણો Top 10માં કેટલા ગુજરાતી

2026-03-28 11:30:00
Author: MayurKumar Patel
Article Image

 

નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026નો આજથી આરંભ થઈ રહ્યો છે. આઈપીએલની 19મી સિઝનનો પ્રથમ મુકાબલો ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. આઈપીએલમાં બુમરાહ નહીં પણ અન્ય બોલર સૌથી વધુ ડોટ બોલ ફેંકવામાં મોખરે છે. જ્યારે ટોપ 10માં બે ગુજરાતી પણ છે.

1.ભુવનેશ્વર કુમારઃ સ્વિંગ માસ્ટર ભુવનેશ્વર કુમારે આઈપીએલમાં 190 મેચ રમ્યો છે અને 198 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે 1793 ડોટ બોલ ફેંકીને લિસ્ટમાં મોખરે છે.

2. સુનીલ નરેનઃ આઈપીએલમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકવામાં સુનીલ નરેન બીજા ક્રમે છે. તેણે 189 મેચમાં 1694 ડોટ બોલ નાંખ્યા છે. 

3. રવિચંદ્રન અશ્વિનઃ અશ્વિને 217 મેચમાં 1623 ડોટ બોલ ફેંક્યા છે. તેણે આઈપીએલમાં 187 વિકેટ ઝડપી છે.

4. જસપ્રીત બુમરાહઃ બુમ બુમ બુમરાહ આઈપીએલમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકવામાં ચોથા ક્રમે છે. તેણે 145 મેચમાં 1397 ડોટ બોલ ફેંક્યા છે. અત્યાર સુધીમાં 183 વિકેટ ઝડપી ચુક્યો છે.
                                                                                                                                                                                       

5. પીયુષ ચાવલાઃ તેણે 192 મેચમાં 1337 ડોટ બોલ ફેંક્યા છે અને 192 વિકેટ લીધી છે.

6. રવિન્દ્ર જાડેજાઃ ગુજરાતી સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 254 આઈપીએલ મેચમાં 1311 ડોટ બોલ ફેંક્યા છે. તેણે 170 વિકેટ પણ ઝડપી છે.

7. યુઝવેન્દ્ર ચહલઃ 174 મેચમાં ચહસે 1302 ડોટ બોલ ફેંક્યા છે. આઈપીએલમાં અત્યાર સુધીમાં તેણે 221 વિકેટ ઝડપી છે.

8. હરભજન સિંહઃ ટર્બોનેટર હરભજન સિંહ આઈપીએલમાં 163 મેચ રમ્યો છે. તેણે 1268 ડોટ બોલ ફેંક્યા છે અને 150 વિકેટ ઝડપી છે.

9. ઉમેશ યાદવઃ આ ફાસ્ટ બોલર અત્યાર સુધીમાં આઈપીએલમાં 148 મેચ રમ્યો છે. તેણે 1203 ડોટ બોલ ફેંક્યા છે અને 144 વિકેટ ઝડપી છે.

10. અમિત મિશ્રા અને રાશિદ ખાનઃ આઈપીએલમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકવામાં અમિત મિશ્રા અને રાશિદ ખાન સંયુક્ત રીતે બીજા ક્રમે છે. બંનેએ 1191 ડોટ બોલ ફેંક્યા છે. અમિત મિશ્રાએ 174 વિકેટ અને રાશિદ ખાને 158 વિકેટ ઝડપી છે.