Thu Jun 18 2026

Logo

IPL 2026: આ વખતે નહીં યોજાય ઓપનિંગ સેરેમની, BCCIએ આવો નિર્ણય કેમ લીધો?

2026-03-26 13:26:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ઇન્ડિયન પ્રમિયર લીગ (IPL)ની 19મી સિઝનની શરૂઆત આવતા શનિવારથી શરુ થવા જઈ રહી છે, પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ વચ્ચે રમાશે. એવામાં બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) એ આ વખતે ઓપનીંગ મેચ પહેલા કોઈ પણ પ્રકારની સેરેમની યોજવામાં નહીં આવે.

નોંધનીય છે કે ગત વર્ષે RCBએ તેનું  પ્રથમ IPL ટાઇટલ જીત્યું હતું, આ જીતનાં સેલિબ્રેશનનું આયોજન 4 જૂન 2025ના રોજ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું, આ સમારોહમાં ભાગ લેવા લોકોની ભીડ ઉમટી પડી હતી, આ દરમિયાન નાસભાગ થતાં 11 લોકોના મોત થયા હતાં. આ મૃતકો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતા BCCI એ IPL 2026 માટે પરંપરાગત ઓપનીંગ સેરેમનીનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે. 

કલોઝિંગ સેરેમનીનું આયોજન:
એક અહેવાલમાં BCCI સચિવ દેવજીત સૈકિયાને ટાંકીને જણાવવામાં આવ્યું કે BCCI અને તેની IPL ગવર્નિંગ કાઉન્સિલે 31 મેના રોજ IPL ફાઇનલના દિવસે ભવ્ય કલોઝિંગ સેરેમનીનું આયોજન કર્યું છે. 

સૈકિયાએ એમ પણ જણાવ્યું કે બીસીસીઆઈ આઈપીએલની બાકીની મેચોનું શેડ્યૂલ ખૂબ જ ટૂંક સમયમાં જાહેર કરશે.

ગયા વર્ષે IPLની 18મી સિઝનની ભવ્ય ઓપનીંગ સેરેમની કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે યોજાઈ હતી, જેમાં બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, સિંગર્સ શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલા અને અભિનેત્રી દિશા પટાણીએ પરફોર્મન્સ કર્યું હતું.

આ વર્ષે પણ ઓપનીંગ સેરેમની રદ કરવામાં અવી હતી:
અગાઉ,  વર્ષ 2019માં પુલવામા હુમલા બાદ BCCI એ પણ IPL ની ઓપનીંગ સેરેમની રદ કરી હતી, અને સેરેમની માટે ફાળવવામાં આવેલા ફંડને પીડિતોના પરિવારોને દાન કરવામાં આવ્યું હતું.