લખનઉ: IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ(LSG)ની શરૂઆત ખરાબ રહી, ગઈ કાલે દિલ્હી કેપિટલ્સ સામે આ સિઝનની પહેલી મેચમાં LSGને 6 વિકેટથી હાર મળી. મેચ બાદ LSGના માલિક સંજીવ ગોયેન્કા ટીમનાં કેપ્ટન ઋષભ પંત અને હેડ કોચ જસ્ટિન લેંગર સાથે મેદાન પર ઉગ્ર ચર્ચા કરતા દેખાયા હતાં, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, લોકો સંજીવ ગોયેન્કાના વર્તનની ટીકા કરી રહ્યા છે. એવામાં તેમણે X પર પોસ્ટ કરી પંત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
X પર પોસ્ટ કરી સંજીવ ગોએન્કાએ લખ્યું, "આ એક લાંબી સીઝન છે, અને કંઈક મહત્વનું કરવાના પ્રયાસમાં આવી ક્ષણો આવતી રહે છે. મને અમારા કેપ્ટન અને ટીમ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ મજબુત રીતે પ્રદર્શન કરશે. આજે એકાના ખાતે આવેલા અમારા ચાહકોને તેમના સમર્થન બદલ આભાર; અમે વધુ મજબૂત રીતે કમબેક કરીશું. આ સીઝનમાં @LucknowIPL ની કહાની લખવાનની બાકી છે."
This is a long season, and moments like these are part of building something meaningful. I have full confidence in our captain and the team to respond with strength. To our fans, thank you for your support at Ekana today, we will come back stronger. The story of @LucknowIPL this… pic.twitter.com/iQvN8u4g1d
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) April 1, 2026
દરમિયાન, દિલ્હી કેપિટલ્સ સામેની મેચ કેપ્ટન પંતે એક ચોંકાવનારો નિર્ણય કર્યો હતો, પંત ઓપનીંગમાં બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ તે 9 બોલમાં માત્ર 7 રન પર રનઆઉટ થયો. પંત IPLની આ સિઝન દરમિયાન દર વખતે ઓપનીંગ કરે એ અંગે એ પોતે ચોક્કસ નથી.
જ્યારે પંતને આગળની મેચોમાં ઓપનીંગ કરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, "આ 50-50 નિર્ણય છે."
LSGની અગામી મેચોમાં એડન માર્કરામ અને મિશેલ માર્શની જોડીને ઓપનિંગ કરતી જોવા મળી શકે છે.