બેંગ્લૂરુ: અહીં એમ. ચિન્નાસ્વામી (M. CHINNASWAMI) સ્ટેડિયમમાં શનિવારે આઇપીએલની નવી સીઝનની શરૂઆતમાં ગયા વર્ષની નાસભાગની ઘટનાનાં 11 ક્રિકેટ પ્રેમીઓને અંજલિ આપ્યા બાદ બેંગ્લૂરુ અને હૈદરાબાદ વચ્ચે મૅચ રમાઈ જેમાં યજમાન બેંગ્લૂરુએ શાનદાર વિજય મેળવ્યો, પરંતુ આ મૅચ માટે કડક સલામતી વ્યવસ્થા પૂરી પાડવા છતાં પોલીસ એક વાતે પરેશાન હતી.
વાત એવી છે કે એ દિવસે હજારો પ્રેક્ષકોની વચ્ચે ઘણા લોકોના મોબાઈલ (mobile) ચોરાઈ ગયા હતા. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ મુજબ ફોન ચોરોની એક ગેંગ હતી જેણે સ્ટેડિયમમાં અલગ અલગ સ્થળે ગોઠવાઈને ઘણા લોકોના ફોન ચોરી લીધા હતા.
4 fans leaving from the stadium 🏟️ 😆😆#RcbvSrH
— 𝗗𝗥𝗔𝗚𝗢𝗡 🐉🦚 (@NTRneel20) March 28, 2026
pic.twitter.com/Tdjp5oCDUI
બેંગ્લૂરુના ક્યૂબન પાર્ક પોલીસ સ્ટેશનમાં આઠ જણની ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે શનિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મૅચ દરમ્યાન તેમના મોબાઈલ ચોરાઈ ગયા હતા.
Picking up exactly where they left off! ❤️
— IndianPremierLeague (@IPL) March 28, 2026
Defending champions #RCB kick off their #TATAIPL 2026 campaign with a clinical, comprehensive victory over #SRH 👏
Updates ▶️ https://t.co/Eo5z0jh4K4 #KhelBindaas | #RCBvSRH | @RCBTweets pic.twitter.com/q3IAaMP3LK
અન્ય એક અખબારના અહેવાલ મુજબ એ દિવસે સ્ટેડિયમમાં કુલ 12 જણના મોબાઈલની ચોરી થઈ હતી. જોકે અન્ય અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે કદાચ ગિરદીમાં બે-ત્રણ જણના ફોન ખિસ્સામાંથી પડી ગયા હશે. મોટાભાગની ફરિયાદ ત્રણ નંબરના ગેટની આસપાસની હતી અને પોલીસ સીસીટીવી કૅમેરાની મદદથી તપાસ કરી રહી છે.