મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમીફાઈનલ મેચ ખુબજ રોમાંચક રહી, છેલ્લા બોલ સુધી ચાલેલી મેચમાં ભારતે 7 રને જીત મેળવી. ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ મેચ જોવા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હાજર રહ્યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સે ભારતની જીતનું કનેક્શન ધોની સાથે જોડ્યું છે.
ભારતીય ટીમે પ્રથમ T20 વર્લ્ડ કપ ધોનીની કેપ્ટનશીપ હેઠળ જીત્યો હતો, ગઈ કાલે રમાયેલી સેમી ફાઈનલ મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓનો જુસ્સો વધારવા મહેન્દ્રસિંહ ધોની તેની સાક્ષી સાથે સ્ટેડીયમમાં હાજર રહ્યો હતો. બ્રોડકાસ્ટરના કેમેરા પણ ધોની પર ફોકસ હતાં, ધોનીને સ્ક્રિન પર જોઈને ચાહકો પણ ખુશ થયા હતાં.
7 નંબર કનેક્શન:
ગઈ કાલની મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રનનો ટોટલ બનાવ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 246 રન બનાવી શકી, આમ ભારત આ મેચ 7 રનથી જીતી ગયું.
સોશિયલ મીડિયા યુઝર્સે ભારતની જીતનું "થાલા કનેક્શન" શોધી કાઢ્યું છે અને સોશિયલ મીડિયા પર આ અંગે મીમ્સ વાયરલ થયા છે. નોંધનીય છે કે ધોનીનો જન્મ દિવસ 7 જુલાઈ છે, ધોનીનો જર્સી નંબર પણ 7 હતો.
સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા રાજસ્થાન રોયલ્સના હેન્ડલ પર સ્કોર કોર્ડના સ્ક્રિન શોર સાથે એક પોસ્ટ શેર કરી કરવામાં આવી, જેમાં લખવામાં અઆવ્યું "ફોર અ રિઝન..."
For a reason 😂🤌 pic.twitter.com/0AQDH2oQFq
— Rajasthan Royals (@rajasthanroyals) March 5, 2026
ભારતની જીત સાથે જ સોશિયલ મીડિયા પર "થાલા ફોર અ રિઝન" ટ્રેન્ડ થવા લાગ્યું. યુઝર્સે મેચના સ્કોરકાર્ડ ડેટાને ધોનીના લકી નંબર 7 સાથે જોડતી ઘણી પોસ્ટ્સ શેર કરી.
For a reason... IYKYK 👀 pic.twitter.com/3AmINjd2xL
— Star Sports (@StarSportsIndia) March 5, 2026
એક યુઝર્સે લખ્યું કે ધોની વાનખેડે સ્ટેડિયમમાં હતો, ભારત 7 રનથી જીત્યું, અને 7 વિકેટ પડી... આ કોઈ સંયોગ નથી.
India wins by 7 runs
— DV (@vijoeen) March 6, 2026
India lost 7 wickets
England lost 7 wickets
Samson hit 7 six's
Bethell hit 7 six's
Abhishek batted 7 balls
Tilak batted 7 balls
Brook was out for 7 runs
Salt was out in 7th ball
Match started at 7.00 pm
Final on-7th
Connect the dots
...MS Dhoni -7
'થલા ફોર અ રીઝન' શું છે?
નોંધનીય છે કે ધોની IPL ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સાથે જોડાયેલો છે, તમિલ ભાષામાં થાલાનો અર્થ 'નેતા' અથવા 'બોસ' થાય છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ CSKએ પાંચ IPL ટાઈટલ જીત્યા છે. 'થલા ફોર અ રીઝન' એ એક લોકપ્રિય મીમ ફેઝ છે, ક્રિકેટ ચાહકો રમુજમાં જ કોઈ મોટી સિદ્ધીને ધોની સાથે જોડે છે અને લખે છે 'થલા ફોર અ રીઝન'.