હૈદરાબાદઃ ટી-20ના વર્લ્ડ ચૅમ્પિયન અને નંબર-વન ભારતનો અહીં બુધવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની ચોથી ટી-20માં 24 રનથી પરાજય થતાં સિરીઝ 2-2થી બરાબરીમાં થઈ હતી અને હવે શનિવારે બેંગ્લૂરુ ખાતે છેલ્લી મૅચ નિર્ણાયક બનશે. ભારતે 248 રનના લક્ષ્યાંક સામે 19.3 ઓવરમાં નવ વિકેટે 223 રન બનાવ્યા હતા, અર્શદીપ સિંહ ઈજાને કારણે રિટાયર્ડ નૉટઆઉટ રહ્યો હતો અને એ સાથે કૅરિબિયનોને વિજેતા ઘોષિત કરાયા હતા. કીમો પૉલે પાંચ વિકેટ લીધી હતી.
સંજુ સૅમસને (56 રન, 23 બૉલ, ચાર છગ્ગા, છ ચોગ્ગા) શરૂઆતની ચાર ઓવરમાં ધમાકેદાર બૅટિંગ કરી હતી, પણ તેની વિકેટ બાદ અભિષેક શર્મા (24 બૉલમાં 29 રન, ઇશાન કિશન (ત્રણ બૉલમાં છ રન), શ્રેયસ ઐયર (11 બૉલમાં 16 રન) અને નમન ધીર (પહેલા જ બૉલ પર શૂન્યમાં આઉટ)ની સસ્તામાં વિકેટ પડવાને કારણે તિલક વર્મા (43 રન, પચીસ બૉલ, ત્રણ છગ્ગા, બે ચોગ્ગા) અને નીતીશ રેડ્ડી (41 રન, 20 બૉલ, ચાર છગ્ગા, એક ચોગ્ગો) પર વિજયનો બોજ આવી પડ્યો હતો.
Fighting it out in the middle 💪 Vice-captain @TilakV9 at it 👊 Updates ▶️ https://t.co/ksuQbTW6n5 #TeamIndia | #INDvWI | @mflone_ https://t.co/1XOO24YxkR
— BCCI (@BCCI) October 14, 2026
તિલક-નીતીશ વચ્ચેની છઠ્ઠી વિકેટ માટેની 70 રનની ભાગીદારીએ વિજયની આશા જગાવી હતી, પણ તિલકે ઉતાવળે બિગ શૉટ મારવા જતાં વિકેટ ગુમાવી હતી. ભારતીયોએ કૅચ છોડ્યા જે તેમને ભારે પડ્યા, જ્યારે કૅરિબિયનોએ એક પછી એક કૅચ ઝીલવા સહિતની ચુસ્ત ફીલ્ડિંગ બદલ છેવટે આ જીત મેળવી હતી. એક તબક્કે ભારતનો સ્કોર 5/200 હતો, પણ 23 રનમાં ચાર વિકેટ પડી હતી.
Shai Hope’s golden run against India continues with yet another ton in Hyderabad 🤩 📝: https://t.co/WixfTzusOa https://t.co/Gvpd0EPisr
— ICC (@ICC) October 14, 2026
વેસ્ટ ઇન્ડિઝના કૅપ્ટન શાઇ હોપ (102 અણનમ, 50 બૉલ, નવ છગ્ગા, ચાર ચોગ્ગા)ની વધુ એક યાદગાર ઇનિંગ્સ (વર્તમાન શ્રેણીની બીજી અને ભારત-પ્રવાસની ચોથી સદી) બાદ ભારતની ઇનિંગ્સમાં એક તબક્કે સૅમસને જીતવાની આશા અપાવી હતી. તેણે ગજબની ફટકાબાજી કરી હતી. ભારતના પહેલી ત્રણ ઓવરમાં 50 રન હતા જેમાંથી 47 રન સૅમસનના હતા અને ફક્ત એક રન અભિષેકનો હતો. સૅમસને 20મા બૉલ પર ફોર ફટકારીને હાફ સેન્ચુરી પૂરી કરી હતી. જોકે તેની વિકેટ સાથે ભારતીયોમાં `આયારામ...ગયારામ...' જેવું થઈ ગયું હતું.
West Indies deliver a clinical performance to level the T20I series 2-2 against India and set up a decider in Bengaluru 👊 📝: https://t.co/WixfTzusOa https://t.co/PvS7eCgKs6
— ICC (@ICC) October 14, 2026
એ પહેલાં, કૅરિબિયનોએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 247 રન બનાવ્યા હતા. અંતિમ ઓવર નીતીશ રેડ્ડીને અપાઈ હતી જેમાં 19 રન બન્યા હતા જે ભારતીય ટીમને ભારે પડ્યા. ભારતના ટીમ મૅનેજમેન્ટ આ મૅચમાં પણ વૈભવ સૂર્યવંશીનો સમાવેશ ટાળ્યો હતો.