મુંબઈઃ પોતાના લૂક અને આઉટફિટને કારણે સમયાંતરે ચર્ચામાં રહેતી સારાઅલી ખાનની નવી તસવીરો સામે આવી છે. આ વખતે એનો લૂક વેસ્ટર્ન હતો પણ સિંપલ રહ્યો હતો,સારા અલી ખાન દરેક વખતે તેના વિવિધ ફેશન લુક્સ સાથે એક અલગ શૈલીમાં જોવા મળે છે. ફિટિંગવાળા ડ્રેસથી લઈને સુંદર ટ્રેડિશનલ ડ્રેસ સુધી, દરેક તસવીરમાં તેની શૈલી અલગ તરી આવે છે. એક્ટિંગની સાથે પોતાની ફેશનસેન્સને કારણે પણ આ સ્ટારકિડ જાણીતી છે.
મોર્ડન લૂક હોય કે ટ્રેડિશનલ તેના પર દરેક આઉટફિટ ખૂબ જ સારા લાગે છે. એના પર ટ્રેડિશનલ લૂક એક અલગ રીતે દીપી ઊઠે છે. ખાસ કરીને એથનિક આઉટફિટ અને સિંપલ જ્વેલરી એના પર શ્રેષ્ઠ લાગે છે. આ ઉપરાંત તે ઘણીવાર કોઈ જ પ્રકારનો મેકઅપ કર્યા વગર પણ જોવા મળે છે. તેનો આ અંદાજ ફેન્સને આકર્ષિત કરે છે. બોડીકોન આઉટફિટમાં સારા અલી બેસ્ટ લાગી રહી છે. પોતાના ગ્લેમરસ અંદાજને કારણે ફેન્સનું ધ્યાન ખેંચાયું છે.
Sara Ali Khan (@saraalikhan95)
વેસ્ટર્ન આઉટફિટમાં તેનો હોટ અંદાજ પણ ઘણીવાર જોવા મળ્યો છે. ખાસ કરીને જ્યારે તે કોઈ ઈન્ડોર ફંક્શનમાં હોય ત્યારે તે આ અંદાજમાં જોવા મળે છે. આ ઉપરાંત શિમરી આઉટફિટમાં પણ સારા બેસ્ટ લાગે છે. સ્ટાઈલીશ આઉટફિટ સાથે તેની જ્વેલરીમાં પણ એક યુનિકનેસ જોવા મળે છે. મોટાભાગના કેસમાં તે મેચિંગ જ્વેલરીને પસંદ કરે છે પણ ક્યારેક ફંકી લૂકમાં પણ તેનો અંદાજ અનોખો હોય છે.
વેકેશન મૂડ હોય કે કોઈ ફિલ્મી પાર્ટી, એવા સમયે તે પોતાના કપડાંની બાબતમાં ખૂબ જ ધ્યાન રાખે છે. બને ત્યાં સુધી કોઈ 'ઉપ્સ મોમેન્ટ' નો શિકાર ન થવું પડે એવા કપડાં પહેરે છે. એની સાથે બીજા કોઈ લોકો હોય ત્યારે તે આ વાતનું ખાસ ધ્યાન રાખે છે. પણ જ્યારે તે પોતાની રીતે વેકેશન મનાવવા માટે જાય છે ત્યારે તે પોતાના બોડીકર્ટસને મેચ થાય એવા કપડાં પહેરે છે. ફિલ્મી કરિયરની વાત કરવામાં આવે તો તેની ફિલ્મ 'ઉડતા તીર' આવી રહી છે. આયુષ્માન ખુરાના સાથેની તેની આ બીજી કોમેડી ફિલ્મ છે. આ પહેલા તે 'પતિ-પત્ની ઔર વો દો'માં જોવા મળી હતી. આગામી દિવસોમાં તે પોતાની એક્ટિંગના દમ પર કોઈ મોટા બજેટની ફિલ્મમાં જોવા મળે તો નવાઈ નહીં.