Mon Oct 12 2026

Logo

હિંગોલીમાં ફટાકડાના ગોદામમાં આગ: દાઝી ગયેલા ફાયરફાઇટરનું મૃત્યુ, મરણાંક ચાર થયો...

2026-10-12 17:06:35
Author: Yogesh D. Patel
હિંગોલીમાં ફટાકડાના ગોદામમાં આગ: દાઝી ગયેલા ફાયરફાઇટરનું મૃત્યુ, મરણાંક ચાર થયો...

હિંગોલી: હિંગોલી જિલ્લામાં ફટાકડાના ગોદામમાં લાગેલી આગમાં દાઝી ગયેલા ફાયરફાઇટરનું સોમવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જેને પગલે આ ઘટનાનો મરણાંક ચાર થયો હતો.

મૃતકની ઓળખ આકાશ સાંગળે (26) તરીકે થઇ હતી, જે પાંચમી ઑક્ટોબરે અગ્નિશમન દળના જવાનો સાથે આગ બુઝાવવાની કામગીરી વખતે થયેલા વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝી ગયો હતો. આ વિસ્ફોટમાં તેમનું ફાયર ટેન્ડર (વાહન) નાશ પામ્યું હતું.

ગીચ વસ્તી ધરાવતો રહેણાક વિસ્તાર મારવાડી ગલીમાં ફટાકડાનો સંગ્રહ કરતા ગોદામમાં ભીષણ આગ લાગી હતી. એ સમયે ફટાકડા ફૂટવાને કારણે વિસ્ફોટ થતાં બે વ્યક્તિનાં મોત થયાં હતા, જ્યારે અમુક લોકો ઘવાયા હતા.

ફાયરફાઇટર આકાશ સાંગળે પણ ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેને સારવાર માટે લાતુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સોમવારે સવારે તેનું મૃત્યુ થયું હતું. 
આ ઘટનામાં 12થી વધુ લોકો ઘાયલ થયા હતા અને અલગ અલગ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)