મુંબઈઃ આઈપીએલ 2026માં ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે વનાખેડે સ્ટેડિયમમાં ધમાકેદાર મુકાબલો થયો હતો. આરસીબીએ મુંબઈને 18થી હરાવ્યું હતું. આ દરમિયાન હાર્દિક પંડ્યાની લેડી લવ માહિકા શર્મા તેની સૌથી મોટી સપોર્ટર બની હતી.
માહિકા દરેક મેચમાં હાર્દિક પંડ્યાને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં જાય છે. એટલું જ નહીં તે ઘણી વખત એક માતાની જેમ હાર્દિક-નતાશાના દિકરા અગસ્ત્યનું ધ્યાન રાખે છે. મેચ બાદ સ્ટેડિયમમાંથી બહાર નીકળતી વખતનો માહિકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેના પરથી માહિકા અને હાર્દિક એકબીજાના સુખદુઃખના સાથી બની ચુક્યા હોવાનું સ્પષ્ટ થાય છે. ફેંસ બંનેને મેડ ફોર ઈચ અધર ગણાવી રહ્યા છે. ફેંસ હવે તેમણે લગ્ન કરી લેવા જોઈએ તેમ કહી રહ્યા છે.
માહિકા અને હાર્દિકે જ્યારથી તેમના સંબંધની જાહેરાત કરી છે ત્યારથી બંને સાથે નજરે પડી રહ્યા છે. તેમની કેમિસ્ટ્રી પણ શાનદાર છે. થોડા સપ્તાહ પહેલા ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને ટી20 વર્લ્ડકપ જીત્યો હતો.આ શાનદાર જીત બાદ, હાર્દિક પંડ્યાએ તેને કિસ પણ કરી હતી. તેણે એક ક્ષણ કાઢીને પોતાની લેડીલવ માહિકા માટે એક ખાસ સંદેશ પણ આપ્યો હતો. હાર્દિકે શેર કર્યું કે જ્યારથી માહિકા તેના જીવનમાં આવી છે, ત્યારથી બધું જ અદ્ભુત રીતે સારું થઈ રહ્યું છે.
મેચ પછીના ઇન્ટરવ્યુમાં હાર્દિકે કહ્યું હતું કે, હું શરૂઆતથી જ આ એક જ વાત કહી રહ્યો હતો કે અમે જીતવાના છીએ. મને પહેલેથી જ ખબર હતી કે અમે ચેમ્પિયન છીએ અને અમે આ ટ્રોફી સાથે જ પાછા આવીશું. મેં માહિકાને પણ આ જ કહ્યું હતું કે, ચિંતા ન કર, અમે જીતી જઈશું. હું ટીમ માટે હજુ બીજા દસ વર્ષ રમવા માંગુ છું અને વધુ દસ ટાઇટલ જીતવા માંગુ છું. અને સાચું કહું તો, હું એક વાત કહેવા માંગુ છું જ્યારથી માહિકા મારા જીવનમાં આવી છે, ત્યારથી બધું જ બરાબર થઈ રહ્યું છે. બસ એક પછી એક જીત મળી રહી છે.