મુંબઈઃ આઈપીએલ 2026ની બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રવિવારે રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ કોલકાતાને 6 વિકેટથી હાર આપીને જીત સાથે અભિયાનની શરૂઆત કરી હતી. મેદાન પરના રોમાંચ સિવાય મેદાન બહારની ક્ષણોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા હાર્દિકના દીકરા અગસ્ત્ય સાથે નજરે જોવા મળી હતી. વાયરલ વીડિયોમાં માહિકા અગસ્ત્યને લઈ ઘણી પ્રોટેક્ટિવ જોવા મળી રહી છે. આ વીડિયો ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં માહિકા શર્મા તેના બોયફ્રેન્ડના પુત્ર અગસ્ત્યનો હાથ પકડેલી જોવા મળી હતી. તે પેપરાઝીને વિનંતી કરતી જોવા મળી હતી કે તે બાળકની સાથે છે, તેથી તેઓ થોડા સાઇડમાં ખસી જાય અને ફ્લેશ લાઈટનો ઉપયોગ ન કરે. તેનો આ નરમ અને રક્ષણાત્મક અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તે અગસ્ત્યને ભીડ અને કેમેરાથી બચાવતી જોવા મળી હતી.
When the Girlfriend Plays Perfect Mom in Front of the Media.
— Instinct (@Clutchxgod33) March 30, 2026
Maheika Sharma turns a simple moment into drama by dramatically shielding Hardik Pandya's son Agastya with her "No light please" act,
- clearly fishing for attention and viral clout. ✍🏻 pic.twitter.com/JgbaHDYEe1
આ ઉપરાંત તે ફોટોગ્રાફરોને બ્રાઈટ લાઈટ બંધ કરવાની વિનંતી કરતા જોવા મળી હતી. તેનાથી અગસ્ત્યને પરેશાની થઈ રહી હતી. તેણે અગસ્ત્યને પૂછ્યું હતું કે યુ ઓકે? અને પછી ફોટોગ્રાફરોને કહ્યું, પ્લીઝ લાઈટ બંધ કરો સર, તેને તકલીફ થઈ રહી છે. આ દરમિયાન ભીડ વચ્ચે રસ્તો બનાવવા માટે તેઓ વારંવાર પ્લીઝ રસ્તો આપો કહેતા સાંભળવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, અગસ્ત્ય હાર્દિક અને તેની એક્સ વાઈફ નતાશાનો દીકરો છે. બંનેએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા અને 2024માં અલગ થયા હતા. બંને મળીને અગસ્ત્યનો ઉછેર કરી રહ્યા છે.