Sat Apr 18 2026

Logo

ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું ₹4,08,053 કરોડનું  બજેટ

2026-02-18 14:17:00
Author: Mayurkumar Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત  વિધાનસભામાં નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું હતું. ​ગુજરાત સરકારનું સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ અપનાવતું પાંચ સ્તંભ - સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું ₹4 લાખ 8 હજાર 53 કરોડનું (₹4,08,053 કરોડ) બજેટ નાણાં પ્રધાને રજૂ કર્યું હતું.

છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના બજેટમાં થયો તોતિંગ વધારો

2015-16માં ગુજરાતનું બજેટ 1,37,667 કરોડ હતું જે 2025-26માં 3,70,250 કરોડ પર પહોંચ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં રાજયના બજેટમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે.  2016-17માં 1,50, 138 કરોડ, 2017-18માં 1,71,071 કરોડ, 2018-2019માં 1,82,728 કરોડ, 2019-20માં 2,03,147 કરોડ, 2020-21માં 2,14,738 કરોડ,  2023-24માં 3,01,465 કરોડ અને 2024-25માં 3,32,465 કરોડનું હતું. આ  વર્ષે બજેટનું કદ 400 કરોડને પાર પહોંચ્યું હતું.

બજેટ વધવાની સાથે દેવું પણ વધ્યું

2020-21માં રાજ્યનું દેવું 2,98,810 કરોડ હતું જે 2025-26માં વધીને 3,99,000 કરોડ પર પહોંચ્યું હતું. 2021-22મં 3,08,302 કરોડ, 2022-23માં 3,39,683 કરોડ, 2023-24માં 3,89,381 કરોડ હતું. 2024-25માં દેવું ઘટીને 3,77,962 કરોડ થયું હતું.

રાજ્યના પ્રથમ બજેટનું કદ 115 કરોડ રૂપિયા હતું

ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ, 1960ના રોજ રજૂ થયું હતું. 1 મેના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે    સ્તિત્વમાં આવ્યું હતું. જેના કારણે સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ મહિનામાં રજૂ થયું હતું. ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયાનું હતું. જે બાદ બજેટના કદમાં સતત વધારો થઈ રહ્યો છે.  ગયા વર્ષે, નાણાં પ્રધાન કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે₹ 3,32,465  કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું હતું.