Sat May 30 2026

Logo

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં અચાનક લોકોના મોબાઈલ રણક્યા અને સાયરન વાગ્યા, જાણો કેમ?

2026-05-30 20:06:51
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં દિલ્હીથી લઈને અનેક વિસ્તારોમાં આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ દરેકના ફોનમાં જોરથી અવાજ આવવા લાગ્યો હતો. દરેકના ફોનમાં એક મેસેજ પણ દેખાવવા લાગ્યો હતો. જો કે, આ મેસે સરકારી વિભાગ દ્વારા દરેકને મોકલવામાં આવ્યો હતો. પહેલા તો લોકો ગભરાઈ ગયા હતા, પરંતુ આ મેસેજ સરકાર તરફથી આવ્યો હોવાના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સરકાર દ્વારા હવામાનને લઈને આ મેસેજ શેર કરવામાં આવ્યો હતો. 

 સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમથી મોકલાયો મેસેજ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઉત્તર ભારતના લોકોના ફોનમાં જોરથી શરૂ થયો જે એક એસઓએસ સાઉન્ડ હોવાનું જાણવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે, આ કેન્દ્ર સરકાર દ્વારા 2 મે થી જ આનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેનું નામ સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ છે. આ  સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ અંતર્ગત જ આ એસઓએસ મેસેજે સેન્ડ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

ઉત્તર ભારતમાં વરસાદની આગાહી

દિલ્હી-એનસીઆર વિસ્તારમાં આ એલર્ટ આપવામાં આવ્યું જેમાં શું લખવામાં આવ્યું હતુ? વિગતે વાત કરવામાં આવે તો, તે મેસેજમાં આગામી ત્રણ કલાક દરમિયાન, તમારા જિલ્લામાં કેટલાક સ્થળોએ વીજળી, વરસાદ અને કરા સાથે ભારે વાવાઝોડાની શક્યતા છે. તેવો એલર્ટ મેસેજ આપવામાં આવ્યો હતો. એલર્ટ મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું હતું. કે, 90 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આ સાથે વીજળ કડકશે તેવી આગાહી કરવામાં આવી છે. જેથી લોકોને સુરક્ષિત સ્થાન પર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. 

ભારત સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની મદદથી, દેશભરમાં મોબાઇલ-આધારિત આપત્તિ સંચાર પ્રણાલીઓને મજબૂત બનાવવામાં આવી છે. આ મેસેજિંગ સિસ્ટમ દ્વારા, સરકાર ભારતીય નાગરિકોને તાત્કાલિક માહિતી પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. ઇઝરાયલ પણ તેના નાગરિકોને આવશ્યક અને કટોકટી ચેતવણીઓ મોકલવા માટે સમાન તકનીકનો ઉપયોગ કરે છે.