(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ (પૂર્વ)માં આરે કોલોની પરિસરમાં ગૌતમ નગર, મૉડર્ન બેકરી જંકશન પાસે આવેલી પાણીની ટાંકીમાં તરવા માટે ગયેલા બે સ્કૂલના વિદ્યાર્થીનાં ડૂબીને મોત થયા હતા. આ ઘટના શુક્રવારે બપોરના બની હતી.મળેલ માહિતી મુજબ ગોરેગામ પૂર્વમાં આરે કોલોનીમાં મોર્ડન બેકરી જંકશન પાસે ગૌતમ નગરમાં આ દુર્ઘટના બની હતી.
બંને બાળકો પાણીની ટાંકીમાં ડૂબી ગયા હોવાની જાણ થતા મુંબઈ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમને બહાર કાઢયા હતા. ત્યારબાદ તેમને જોગેશ્ર્વરીની ટ્રોમા કેર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં ફરજ પર રહેલા મેડિકલ ઓફિસરે બંને વિદ્યાથીને મૃત જાહેર કર્યા હતા. મૃતકમાં ૧૫ વર્ષીય ઝૈબ પટેલ અને ૧૩ વર્ષી નખીબ ખાનનો સમાવેશ થાય છે.
ઝૈન દસમા ધોરણમાં તો નખીબ નવમા ધોરણની વિદ્યાર્થી હતો. આ બંને જોગેશ્ર્વરીની ગુંફા ઈંગ્લિશ સેકેંડરી સ્કૂલમાં શિક્ષણ લઈ રહ્યા હતા. ઘટનાના દિવસે બંને વિદ્યાર્થી સ્કૂલમાં ગેરહાજર હોવાનું સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું.
HT