Sun Oct 11 2026

Logo

ગાંધીનગરમાં અંદાજિત 55 ટકા મતદાન, મંગળવારે પરિણામ...

2026-10-11 19:58:21
Author: Pooja Shah
ગાંધીનગરમાં અંદાજિત 55 ટકા મતદાન, મંગળવારે પરિણામ...

અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી રવિવારે પૂરી થઈ હતી. સાંજે છ વાગ્યા બાદ મળતા આંકડા અનુસાર 44 વૉર્ડ માટે અંદાજિત 55 ટકા કરતા વધારે મતદાન નોંધાયું હતું. 

ગાંધીનગરમાં રવિવારે પહેલા નોરતે મતદાન નોંધાયું હતું. આકરી ગરમી વચ્ચે પણ લોકો મતદાન માટે ઘર બહાર નીકળ્યા હતા. મતદાન દરમિયાન નાની મોટી બાબતોએ રાજકીય માહોલ ગરમાયો હતો. મળતી માહિતી અનુસાર વૉર્ડ નંબર 7માં રાજકીય ચિહ્નોના ઉપયોગ મામલે ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો સામસામે આવ્યા હતા.

સ્થાનિક પોલીસે મામલો શાંત પાડ્યો હતો. આ રીતે સેક્ટર-24માં આમ આદમી પાર્ટી અને ભાજપના બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે એકંદરે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર હતી. મંગળવારે મતગણતરી બાદ મતદારોએ કોને પાટનગરનું સૂકાન સોંપ્યું છે, તે જાણવા મળશે.