Fri Apr 17 2026

Logo

સિક્કાની ત્રીજી બાજુઃ કેરલમમાં વૃદ્ધ મહિલાઓ પણ પોતાને સુરક્ષિત નથી માનતી!

2026-04-15 08:21:20
Author: જયવંત પંડ્યા
Article Image

જયવંત પંડ્યા

કેરલમમાં શબ્દયુદ્ધ ફરી એક વાર છેડાયું છે. નિમિત્ત છે કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે. ખડગેજીએ કેરળના ચૂંટણી પ્રચારમાં કહ્યું કે ગુજરાતીઓ અભણ છે તેથી ભાજપને ચૂંટે છે... 

આપણને કેરલમની જનતા સામે કોઈ વાંધો નથી. બસ, ત્યાંની ‘સિક્કાની બીજી બાજુ’ પર નજર ફેરવવા જેવી છે. 

કેરલમની આર્થિક સ્થિતિ દિનપ્રતિદિન કથળતી જઈ રહી છે. 2024માં કેરલમની સરકારે સર્વોચ્ચ ન્યાયાલયને જણાવ્યું હતું કે 2017થી અત્યાર સુધીમાં તેને રૂ. 1.07 લાખ કરોડનું નુકસાન દેવા લેવાની મર્યાદામાં કાપ મૂકાવાના કારણે થયું છે. તેના ઉત્તરમાં સર્વોચ્ચે કહ્યું કે આનું કારણ ફંડનું કુપ્રબંધન છે.

કેરલમમાં આજીવિકા હીનતાનો દર 29.9 ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ ત્રણ ગણો છે. આજીવિકા માટે જે કૌશલ્ય જોઈએ તે કેરળના યુવાનોને શિક્ષણમાં અપાતું નથી. આ આંકડા કૉંગ્રેસી નેત્રી સુપ્રિયા શ્રીનેતે જ આપેલા છે.

રાજ્યના યુવાનો જો નોકરી મળે તો પણ આજીવિકા હીન રહેવાનું પસંદ કરે છે. ત્યાંના યુવાનો કહે છે કે અમારી શૈક્ષણિક લાયકાત મુજબ જો પગાર ન મળે તો કંઈ નહીં, અમે નોકરી વગર રહીશું. આ તેમનો અહંકાર છે. બીજી તરફ ગુજરાતી સમય સાચવી લેતા હોય છે. એક વાર ઓછા પગારે પણ નોકરી કરી લે. પછી તક મળે કે કૂદકો મારી દે.

કેરલમમાં યુનિયનબાજી વધુ હોય છે. આથી ઉદ્યોગો ઓછા આવે છે. વળી સરકાર કંપનીઓને આવવાની - પાંગરવાની છૂટ નથી આપતી. આ વાત બીજું કોઈ નહીં, ‘મહા જ્ઞાની’ કૉંગ્રેસી શશિ થરૂરે કહી છે. (ખડગેજી, સાંભળો છો ને?)

શશિ થરૂરે એક પોડકાસ્ટમાં કહ્યું છે, ‘કેરલમમાં મૂડીરોકાણ આકર્ષવાનો ન્યૂ યોર્કમાં એક કાર્યક્રમ હતો.કેરલમના સામ્યવાદી ઔદ્યોગિક પ્રધાન એલમારમ કરીમ અને તેમના વરિષ્ઠ અધિકારીઓ એ ત્યાં રજૂઆત કરી. પરંતુ એકેય એમઓયુ થયા નહીં. પછી મેં કેટલાકને ફોન કર્યો કે ‘કેરલમ માં કૌશલ્યવાળા ઘણા યુવાનો છે. તો જવાબ મળ્યો: અમને કેરલમના વાતાવરણ પર વિશ્વાસ નથી. અમે તમિળનાડુમાં એ જ ફેક્ટરી નાખીએ તો કેરલમથી ત્યાં કામ કરવા આવે જ છે. તમિળનાડુમાં સામ્યવાદીઓ અને તેમનાં યુનિયનો નથી હોતાં.’

અહીં યુનિયનોની દાદાગીરીનું ઉદાહરણ એટલે નોક્કુ કૂલી પ્રથા. તમે બીજા શ્રમિકો પાસે માલસામાન ચડાવો કે ઉતારો, કે પછી તમે પોતે તમારા પરિવારજનો સાથે માલસામાન ઉતારો કે ચડાવો પણ તમારે શ્રમ સંઘો (યુનિયનો)ના માણસોને જે રકમ ધરવી જ પડે તેનું નામ નોક્કુ કૂલી. આ  એક પ્રકારની ખંડણી છે. આ  ખંડણીની કુપ્રથા પર 2018માં ડાબેરી સરકારે પ્રતિબંધ લગાવ્યો છે, પણ એ પણ કાગળ પર જ રહ્યો છે. 

2021માં ‘ઈસરો’ના ટ્રકને પણ આ લોકોએ અટકાવ્યો હતો અને તેને જવા દેવાના રૂ. 10 લાખ માગ્યા હતા! આવું ચાલતું હોય ત્યાં ઉદ્યોગ-ધંધા તો શું, માણસો પોતે રહેવાનું કેવી રીતે પસંદ કરે? અહીંના ભણેલાગણેલા લોકો ઈસ્લામી ત્રાસવાદી સંસ્થા : ‘આઈએસઆઈએસ’માં જોડાઈને આતંકવાદી બને છે.

2017માં કેરલમની પોલીસે પોતે કહ્યું હતું કે 100થી વધુ મુસ્લિમો આ ત્રાસવાદી સંસ્થામાં જોડાયા છે. દસ વર્ષમાં આ આંકડો કેટલો વધ્યો હશે કોને ખબર.

‘લવજિહાદ’નો શબ્દ અને ક્ધસેપ્ટ- વિભાવના પણ કેરલમથી જ આવ્યો છે. લવજિહાદથી હિન્દુઓ જેટલા જ કેરલમમાં ખ્રિસ્તીઓ ત્રસ્ત છે. ત્યાના જાણીતા લેખક શિક્ષણશાસ્ત્રી ટી. જે. જોસેફના હાથ કટ્ટરવાદી મુસ્લિમોએ કાપી નાખ્યા હતા !

કેરલમમાં રાજકીય હિંસા ખૂબ જ છે. એક જ વિચારધારાના પક્ષો વચ્ચે પણ આવી હિંસા થાય છે. 

અહીં ખૂબ ઊંચું ભણાવાતી એક મેડિકલ કોલેજમાં જુનિયર નર્સિંગ વિદ્યાર્થીઓના રેગિંગમાં બધી સીમાઓ વટાવી દઈ તેમને નગ્ન કરી. તેમના ગુપ્તાંગ પર ડમ્બેલ્સ લટકાવવાનો એક કિસ્સો બહાર આવ્યો હતો. તેમને કેમ્પસના અણિયાળા સાધન ભોંકી લોહીલુહાણ કરવામાં આવ્યા હતા. તે પણ ત્રણ મહિના સુધી !

ભણેલાગણેલું કેરલમ મહિલાઓ સામેના અપરાધમાં દેશમાં બીજા ક્રમે છે. વૃદ્ધ મહિલાઓ પણ પોતાને સુરક્ષિત નથી અનુભવતી. ‘સખી’ નામની મહિલા સંસ્થાના અહેવાલમાં જણાવાયું હતું કે 90 ટકા મહિલાઓ સૂર્યાસ્ત પછી પોતાને સુરક્ષિત નથી માનતી. વૃદ્ધ મહિલાઓ પણ દુર્વ્યવહારથી મુક્ત નથી. ગામડામાં 60 ટકા મહિલાઓ સાથે દુર્વ્યવહાર થાય છે, જેમકે ડિસેમ્બર 2025માં શશિ થરૂરના મતવિસ્તાર તિરુવનંતપુરમમાં 85 વર્ષની દાદીમા પર 20 વર્ષના લોટરી એજન્ટે બળાત્કાર કર્યો હતો. 

માર્ચ 2025માં  84 વર્ષની પથારીવશ મહિલા પર તેના પોતાના ભણેલાગણેલા દીકરાએ જાતીય દુર્વ્યવહાર કર્યો હતો ! અખબાર ‘ધ હિન્દુ’ના કહેવા પ્રમાણે, કેરલમમાં 36 ટકા વૃદ્ધ મહિલાઓએ કહ્યું કે તેમની સાથે વિધવા હોવાના કારણે સામાજિક ભેદભાવ થાય છે.

અહીં માત્ર સ્ત્રી નહીં, માદા પ્રાણી પર પણ અત્યાચાર થાય છે. ગર્ભવતી હાથણીના મોઢામાં ફટાકડાવાળું અનાનસ મૂકી તેને મારી નાખવાનો ક્રૂર આનંદ લેવાયો હતો. અહીં માનવ બલિ પણ અપાય છે. આવા એક કિસ્સામાં એજન્ટ મોહમ્મદ શફી હતો. તેણે 75 વર્ષની વૃદ્ધાનું યૌન ઉત્પીડન કર્યું હતું. તેણે એક ડોક્ટર દંપતીને આર્થિક તકલીફોમાંથી મુક્તિ માટે માનવ બલિની સલાહ આપી હતી. શફીએ બે યુવતીનો માનવ બલિ આપ્યો. પદ્મા નામની યુવતીના તો તેણે 56 ટુકડા કર્યા હતા !તો, આ છે 100 ટકા સાક્ષર એવા કેરલમની કાળી બાજુ...