Thu Jun 18 2026

Logo

કોલંબિયામાં 110 જવાનોને લઈને જતું વિમાન ક્રેશ થયું! ટેકઓફ દરમિયાન સર્જાઈ દુર્ઘટના...

Puerto Leguizamo   2026-03-23 23:01:11
Author: Vimal Prajapati
Article Image

X


કોલંબિયાઃ કોલંબિયામાં સેનાનું એક વિમાન ક્રેશ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કોલંબિયામાં સેનાનું એક હર્ક્યુલસ C-130 વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં કુલ 110 જવાનો સવાર હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે વિમાન દૂર્ઘટના દક્ષિણ એમેઝોન ક્ષેત્રમાં પેરુવિયન સરહદ નજીક પ્યુઅર્ટો લેગુઇઝામોથી ઉડાન ભરતી વખતે બની છે. સુરક્ષા દળો દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે વિમાન ટેક ઓફ કરી રહ્યું હતું તે સમયે જ ક્રેશ થઈ ગયું હતું. 

વિમાન દુર્ઘટના અંગે કોલંબિયાના રક્ષા પ્રધાને શું કહ્યું?

આ વિમાન દુર્ઘટના અંગે વિમાન નિર્માતા અમેરિકી રક્ષા કંપની લોકહીડ માર્ટિન દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. જો કે, કોલંબિયાના રક્ષા પ્રધાન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. રક્ષા પ્રધાન પેડ્રો સાંચેજે જણાવ્યું કે, આ વિમાન પ્યુર્ટો લેગુઇઝામોથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો છે. આ વિસ્તાર કોલંબિયાના દક્ષિણ એમેઝોન ક્ષેત્રમાં આવેલો છે, જે પેરુની સરહદ નજીક છે. વધુમાં કહ્યું કે, અકસ્માતના ચોક્કસ કારણો અને જાનહાનિનો આંકડો હજુ સુધી નક્કી થયો નથી.

20થી વધુના મોતની આશંકા

આ દુર્ઘટનાના કારણે 20થી વધુના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે 30 થી વધારે લોકો ઘાયલ થયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વિમાન ક્રેશ થયું તેમાં ચલણી નોટો રાખવામાં આવી હતી. વિમાન ક્રેશ થતા આ નોટો શહેરભરમાં વિખેરાઈ ગઈ હતી. જેથી લોકોએ નોટો લેવા માટે પડાપડી કરી હતી. અત્યારે આ દુર્ઘટનાની ચર્ચા થઈ રહી છે.