Mon Jun 01 2026

Logo

CBSE ઓએસએમ વિવાદ મુદ્દે રાજકારણ ગરમાયું, કોંગ્રેસે શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું

2026-06-01 17:24:20
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : CBS ઓએસએમ (ઓન-સ્ક્રીન માર્કિંગ)વિવાદ મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં હવે કોંગ્રેસે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસે તેમની પર અસમર્થતાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત  જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેના પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.

કોન્ટ્રાક્ટ આપનાર કંપની સામે શું કાર્યવાહી કરાશે 

આ અંગે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, અઠવાડિયા પછી CBSE એ આખરે સ્વીકાર્યું છે કે તેની OSM સિસ્ટમ સાથે ચેડા કરવામાં આવ્યા છે. જયરામ રમેશે આગળ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમજ કહ્યું હતું  આ મામલે કોન્ટ્રાક્ટ આપનાર કંપની સામે શું કાર્યવાહી કરવામાં આવશે. 

શિક્ષણ મંત્રાલયની બેદરકારી અને અનિયમિતતા

કોંગ્રેસે  આરોપ લગાવ્યો છે કે શિક્ષણ મંત્રાલયની બેદરકારી અને અનિયમિતતાને કારણે લાખો વિદ્યાર્થીઓ માનસિક તકલીફનો ભોગ બન્યા છે. તેથી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપીને રાજધર્મ નિભાવવો જોઈએ. 

રાહુલ ગાંધીએ પણ આકરા પ્રહાર કર્યા હતા 

આ પૂર્વે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સીબીએસઈની પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા અને તેની સાથે જોડાયેલી ફી અંગે કેન્દ્ર સરકારની પણ ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે શિક્ષણને સેવા તરીકે નહીં પરંતુ વ્યવસાય તરીકે જોવામાં આવે છે ત્યારે ભૂલો સુધારવાને બદલે વધી જાય છે. 

ઉલ્લેખનીય છે કે,  સીબીએસઈ ધોરણ 12 ના ઘણા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે પુનઃમૂલ્યાંકન માટે પોર્ટલ પર અપલોડ કરાયેલી ઉત્તરવહીઓ બદલાઈ હતી. જેની બાદ  સીબીએસઈએ સંબંધિત વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો અને તેમને તેમની સાચી ઉત્તરવહીઓ પૂરી પાડી હતી.