દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
દેશમાં બેંક હડતાળની જાહેરાત વચ્ચે મહત્વનું અપડેટ, રવિવારે બેંકો ચાલુ રહેશે
દેશમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા પડતર પ્રશ્નોની માંગ સાથે 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્ર વ્યાપી બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ દરમિયાન દેશની અમુક બેંકોની શાખા કામકાજના ભારણને ઘટાડવા માટે રવિવારે બેંકિંગ સેવા ચાલુ રાખશે.
ભારતથી ચીન સુધી ફેલાયેલા વાદળોની સેટલાઈટ તસવીરે ચિંતા વધારી, ભારે વરસાદની શકયતા
દેશમાંથી એક તરફ ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે ભારતથી ચીન સુધી ફેલાયેલા વાદળોની એક સેટલાઈટ તસવીર પ્રકાશમાં આવી છે. જેના લીધે હવામાનશાસ્ત્રીઓની ચિંતામાં વધારો થયો છે. આ વાદળોનું ઘટ આવરણ 4000 કિલોમીટરનું હોવાનું અનુમાન છે. જેના લીધે ફરી એક વાર ભારે વરસાદની સંભાવના છે. આ વાદળો ઉત્તર અને મધ્ય ભારતથી લઈને પૂર્વોત્તર રાજ્યો, બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધીના વિસ્તારોને અસર કરી રહ્યા છે અને ચીન સુધી વિસ્તરેલા છે.
ભાજપે રાહુલ ગાંધીના રાજકીય જ્ઞાન પર પણ સવાલ ઉઠાવ્યા, કહ્યું તેમની માહિતીના સ્ત્રોત અને આધાર અસ્પષ્ટ
દેશની ચૂંટણી વ્યવસ્થા અને ભાજપ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલા પ્રહાર બાદ ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે. આ અંગે ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેમણે આપેલી માહિતીનો સ્ત્રોત અને આધાર અસ્પષ્ટ છે. તેમણે રાહુલ ગાંધીના રાજકીય જ્ઞાન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ભારતીય રાજકારણના ઇતિહાસ અથવા વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ સત્તામાં રહી તેને યોગ્ય રીતે સમજતા નથી.
બીસીસીઆઇનો આ જાણીતી કંપની સાથે ટાઇટલ સ્પૉન્સરશિપનો કરાર
બીસીસીઆઇએ (ભારતીય ક્રિકેટ બોર્ડે) આવતા બે વર્ષ માટે ટીમ ઇન્ડિયાના ટાઇટલ સ્પૉન્સર તરીકે મુથૂટ ફિન્કોર્પ સાથે કરાર કર્યા છે. આ કરાર 2028ની 31મી માર્ચ સુધીનો છે. આ કરાર ભારતમાં રમનારી આંતરરાષ્ટ્રીય તથા ડોમેસ્ટિક મૅચોને જ લાગુ પડશે. એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ આ ટાઇટલ સ્પૉન્સરશિપ `બ્લુ મુથૂટ' તરીકે ઓળખાશે અને બીસીસીઆઇને આ કરાર હેઠળ પ્રતિ મૅચ 4.85 કરોડ રૂપિયા મળશે. જોકે સત્તાવાર રીતે કોઈ જ આંકડો જાહેર નથી કરવામાં આવ્યો. આ કરાર કરતાં પહેલાં બીસીસીઆઇએ બીજી ચાર કંપનીઓ સાથે પણ વાટાઘાટ કરી હતી.

એનાલોગ પનીર મુદ્દે FSSAIનો નિર્દેશ, ડેરી પ્રોડકટ સંદર્ભે પનીર શબ્દનો ઉપયોગ નહિ કરી શકાય
દેશના એનાલોગ પનીર મુદ્દે અલગ અલગ રાજ્યોએ કરેલી કાર્યવાહી બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એક્શન આવ્યું છે. જેમાં નવા સુધારા મુજબ હવે ડેરી સંદર્ભમાં એનાલોગ' શ્રેણી હેઠળ પહેલાથી જ લાઇસન્સ પ્રાપ્ત અથવા નોંધાયેલ ઉત્પાદનોએ હવે પનીર શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે. આ પ્રતિબંધ તેમના લેબલિંગ અથવા માર્કેટિંગ પર કડક રીતે લાગુ કરવામાં આવશે.
તુર્કીયેમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો, 5.8 ની તીવ્રતા નોંધાઈ
તુર્કીયેમાં ગુરુવારે ફરી એકવાર ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. આ અંગે મળતી માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા 5.8 નોંધાઈ છે. જેમાં દિયારબાકીર, અદિયામાન અને શાનલીઉર્ફા સહિત આસપાસના અનેક પ્રાંતોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જયારે ભૂકંપની સૌથી વધુ અસર દિયારબાકીરમાં અનુભવાઈ હતી.જોકે, હજુ સુધી જાનમાલના નુકસાનના કોઇ અહેવાલ નથી.
ચૂંટણી પંચ વિવાદ મુદ્દે કોકરોચ જનતા પાર્ટી મેદાનમાં, આંદોલનની ચેતવણી
દેશમાં ચૂંટણી પંચ અને SIR મુદ્દે ચાલી રહેલા વિવાદમાં કોકરોચ જનતા પાર્ટીએ મેદાનમાં આવી છે. આ અંગે કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દિપકેએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને 48 કલાકમાં રાજીનામું આપવા અલ્ટીમેટમ આપ્યું છે. તેમજ કહ્યું છે જો તેમ કરવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે.
સબરીમાલામાં પ્રસાદની ગુણવત્તા સુધારવા કેરલ હાઇકોર્ટે નિર્દેશ આપ્યા
કેરલમના પ્રસિદ્ધ અને પવિત્ર હિન્દુ મંદિર સબરીમાલાની પ્રસાદની ગુણવત્તા અંગે હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે. આ અંગે કેરલ હાઇકોર્ટેમાં તિરૂમાલા દેવસ્થાન બોર્ડ (TDB)દ્વારા કોર્ટેને જાણ કરવામાં આવી છે કે મંદિર ખાતેના પ્રસાદમ યુનિટમાં એફએસએસએઆઈ દ્વારા નિર્દેશિત સ્વચ્છતા અને અન્ય દેખરેખની રીતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમજ તબક્કાવાર સુધાર કરવામાં આવશે.
મેંદરડાના ડેડકીયાળી ગામે દીપડાના હુમલામાં 6 વર્ષની બાળકીનું મોત
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલા ડેડકીયાળી ગામે એક દીપડાના આતંકથી સમગ્ર પંથકમાં ભારે તણાવ અને ડરનો માહોલ વ્યાપી ગયો છે. ડેડકીયાળી ગામે એક રહેણાંક વિસ્તારમાં અચાનક ત્રાટકેલા દીપડાએ 6 વર્ષની માસૂમ બાળકી પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી હતી. મળતી માહિતી પ્રમાણે, બાળકી પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો.
ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર સ્લિપર બસમાં આગ
ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર સ્લિપર બસમાં આગ લાગી છે. જેમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે અને આ આગની ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા છે.ચાલતી બસમાં અચાનક આગ ફાટી નીકળવાને કારણે એક્સપ્રેસ વે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.