Thu Oct 01 2026

Logo

વીજ ગ્રાહકો પાસેથી બેસ્ટે ૩૯ કરોડ રૂપિયા વસૂલવાના બાકી ડિફોલ્ટરો પાસેથી પૈસા વસૂલ માટે એમનેસ્ટી સ્કીમની જાહેરાત

2026-09-23 22:33:35
Author: Sapna Desai
વીજ ગ્રાહકો પાસેથી બેસ્ટે ૩૯ કરોડ રૂપિયા વસૂલવાના બાકી ડિફોલ્ટરો પાસેથી પૈસા વસૂલ માટે એમનેસ્ટી સ્કીમની જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ૧૦લાખથી પણ વધુ વીજગ્રાહકો ધરાવતી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) પ્રશાસનને વર્ષોથી અનેક ગ્રાહકોએ વીજળીના બિલ ચૂકવ્યા નથી. તેથી આવા ડિફોલ્ટરો પાસેથી બાકી રહેલી રકમ વસૂલ કરી શકાય તે માટે બેસ્ટ ઉપક્રમ ‘એમનેસ્ટી સ્કીમ -૨૦૨૬’ ફરી લાવવાની છે.બેસ્ટ ઉપક્રમ  દ્વારા બુધવારે  બેસ્ટ સમિતિ સમક્ષ ‘એમનેસ્ટી સ્કીમ -૨૦૨૬’ નો પ્રસ્તાવ ફરીથી રજૂ કરવામાં આવ્યો હતો, જેથી જે બેસ્ટ ગ્રાહકોનો વીજપુરવઠો કાયમ માટે બંધ થઈ ગયો છે તેમના પાસેથી બાકી રહેલી બિલોની રકમ  વસૂલ કરી શકાય, જેને ચર્ચા બાદ  મંજૂરી આપવામાં આવી હતી.

આ દરમ્યાન ૨૦૦૯ થી ચાલી રહેલી અભય યોજના હેઠળ ૧૬ હજાર ગ્રાહકોએ બેસ્ટને લગભગ ૩૯ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. તેમાંથી વહીવટીતંત્ર માત્ર ૧૦.૬૨ કરોડ રૂપિયા જ વસૂલ કરી શકયું છે.બેસ્ટના વીજગ્રાહકોની અરજીઓની પ્રક્રિયામાં વહીવટી વિલંબ ટાળવા અને બિલની બાકી રહેલી રકમ વસૂલવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે, બેસ્ટ વહીવટીતંત્રે ૨૦૦૯, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૧૩ અને ૨૦૨૪ માં અભય યોજનાઓ લાગુ કરી હતી, જેમાંથી ૨૦૧૮ માં સૌથી વધુ ૨,૪૧૫ કેસ પ્રકાશમાં આવ્યા હતા.

આમાંથી ફક્ત  ૪.૯૯ કરોડ રૂપિયા જ વસૂલ કરવામાં સફળતા મળી છે અને  ૨૦૧૮ થી ૨૦૧૪ દરમિયાન ૩,૯૦૨ કેસોમાંથી ફક્ત ૧૦.૬૨ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાની માહિતી બેસ્ટ સમિતિના સભ્યએ બેસ્ટ પ્રશાસન સમક્ષ રાખી હતી.આ દરમ્યાન  આ અભય યોજના મારફત ગ્રાહકો માટે તેમના બાકી બિલ ચૂકવવાનું શક્ય બનશે.  તેથી બેસ્ટ કમિટીના અધ્યક્ષ તૃષ્ણા વિશ્ર્વાસરાવે આ અભય યોજનાને મંજૂરી આપી હતી. વીજગ્રાહકો આ યોજનાનો ફાયદો ૧ ઑક્ટોબર ૨૦૨૬થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૨  આ ત્રણ મહિનાના સમયગાળામાં લઈ શકશે. તેમ જ વધુ માહિતી અને યોજનાનો લાભ લેવા માટે વીજગ્રાહકોને સંબંધિત વોર્ડની ઓફિસમાં સંપર્ક કરવાની પણ વિનંતી કરવામાં આવી છે.