30મી સપ્ટેમ્બર, 2026ના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai ની બોઇંગ 737 ફ્લાઇટ FZ1073 માં હવામાં સર્જાયેલા મોત અને જિંદગી વચ્ચેના ખેલમાં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારએ અદભુત શૌર્ય દાખવીને સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. કોકપિટમાં કો-પાયલટે ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હોવા છતાં, ગંભીર રીતે ઘાયલ સ્મિત મચ્છારે હાર ન માની અને 174 મુસાફરો તેમજ ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ કર્યો હતો.
ભારતીય કેપ્ટનની આ અસાધારણ બહાદુરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વભરના અગ્રણી નેતાઓએ બિરદાવીને તેમને 'રિયલ હીરો' ગણાવ્યા છે.
ફ્લાઇટ જ્યારે હજારો ફૂટ ઊંચાઈ પર હતી ત્યારે ઓમાની નાગરિક એવા સહ-પાયલટે અચાનક કેપ્ટન સ્મિત પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષ દરમિયાન વિમાને ગણતરીની ક્ષણોમાં જ 14,000થી 17,00ફૂટની ઊંચાઈ ગુમાવી દીધી હતી.
લોહીલુહાણ હાલતમાં પણ કેપ્ટન સ્મિતે હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો અને સમયસૂચકતા વાપરીને કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો, જેથી કેબિન ક્રૂ અને મુસાફરો અંદર આવી શક્યા. ફ્લાઈટમાં સવાર ઈઝરાયેલી મુસાફરો અને પ્રવાસી તરીકે મુસાફરી કરી રહેલા અન્ય બે ક્વોલિફાઇડ પાયલટોએ તાત્કાલિક હુમલાખોરને કાબૂમાં લઈ લીધો હતો. બાદમાં વિમાનનું સાઉદી અરેબિયાના તબૂક (Tabuk) એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
The nation is proud of Captain Smit Machchhar. His heroic courage and incredible presence of mind have deeply touched us all.
— President of India (@rashtrapatibhvn) October 1, 2026
Even after being seriously injured in a moment of grave peril, he remained determined to protect the lives of others. His bravery and quick response…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે કેપ્ટન સ્મિત મચ્છાર સાચા હીરો છે. જીવલેણ સંકટ સામે અને ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે અદભુત સાહસ બતાવ્યું હતું. તેમના પરાક્રમે સેંકડો પરિવારોનો જીવ બચાવીને એક મોટી દુર્ઘટના ટાળી છે. ભારતને તેમના પર ગર્વ છે.
Captain Smit Machchhar has shown the world the highest form of courage.
— Narendra Modi (@narendramodi) October 1, 2026
Without fearing for his own life, he fought valiantly and prevented another 9/11 like attack from happening.
140 crore Indians salute Captain Smit and are praying for his well-being. pic.twitter.com/YGTA9CFCAg
ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીને મારા સલામ. ચપ્પુના ઘા વાગ્યા હોવા છતાં તેમણે મુકાબલો કરી ૧૭૪ નિર્દોષ લોકોના જીવ બચાવ્યા છે. તેઓ સાચા નાયક છે. ઈન્ટરનેટ પર યુઝર્સે લખ્યું હતું કે દરેક સુપરહીરો કેપ નથી પહેરતા, કેટલાક કોકપિટમાં બેસીને દેશનું નામ રોશન કરે છે. નેટીઝન્સે આ ઘટનાની તુલના 9/11 જેવી દુર્ઘટના ટળવા સાથે કરી હતી.
My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) September 30, 2026
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air…
કોણ છે આ સાહસી ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છાર?
કેપ્ટન સ્મિત મચ્છાર મૂળ મુંબઈ સાથે જોડાયેલા છે. તેમણે શરૂઆતમાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો, પરંતુ એવિએશન સેમિનારથી પ્રેરિત થઈને પાયલટ બનવાનું નક્કી કર્યું. ન્યૂઝીલેન્ડમાંથી કોમર્શિયલ પાયલટની તાલીમ લીધા બાદ તેમણે ભારતમાં સ્પાઈસજેટ (SpiceJet) સાથે આશરે 11 વર્ષ સુધી સિનિયર કમાન્ડર અને લાઇન ટ્રેનિંગ કેપ્ટન તરીકે સેવા આપી હતી.
જૂન, 2022માં તેઓ ડાયરેક્ટ એન્ટ્રી કેપ્ટન તરીકે Flydubai માં જોડાયા હતા. તેમની પાસે બોઇંગ 737 વિમાન ઉડાવવાનો 9,750 કલાકથી વધુનો વિશાળ અનુભવ છે. હાલમાં તેમની સાઉદી અરેબિયાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.