Thu Jun 18 2026

Logo

આઇપીએલમાં ખેલાડીઓને પ્રેઝન્ટેશનમાં સ્લીવલેસ જર્સી પહેરવાની મનાઈઃ બીજા પણ કેટલાક નિયમો લાગુ કરાયા

2026-03-24 22:48:58
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ શનિવાર, 28મી માર્ચે શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝન માટે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ કેટલાક નિયમો (Rules) બનાવ્યા છે જે ટૂર્નામેન્ટની શરૂઆતથી સખતપણે લાગુ કરવામાં આવશે. એમાં ખાસ કરીને એક નિયમ એવો છે જેમાં મૅચ પછીના પ્રેઝન્ટેશન દરમ્યાન ખેલાડી ફ્લૉપી (હૅટ) કે સ્લીવલેસ જર્સી પહેરીને હાજરી નહીં આપી શકે.

(1) ટીમોને પ્રૅક્ટિસના એરિયામાં બે નેટ આપવામાં આવશે તેમ જ રેન્જ હિટિંગ માટે મેઇન સ્ક્વેરમાં એક સાઇડ વિકેટ અપાશે. વાનખેડે સ્ટેડિયમમાં જો બન્ને ટીમ એક જ સમયે પ્રૅક્ટિસ કરવાની હશે તો પ્રત્યેક ટીમને બે પિચ આપવામાં આવશે.

(2) કોઈ પણ ટીમને ઓપન નેટ નહીં આપવામાં આવે.

(3) જો કોઈ ટીમ પ્રૅક્ટિસ વહેલી પૂરી કરી નાખશે તો અન્ય ટીમને પ્રૅક્ટિસ માટે એ પિચ વાપરવાની છૂટ નહીં મળે.

(4) મૅચના દિવસે પ્રૅક્ટિસ સેશન કરવાની મનાઈ રહેશે.

(5) ડ્રેસિંગ રૂમમાં અને મેદાન પર માત્ર ઍક્રિડિટેડ સ્ટાફને જ આવવા મળશે. ખેલાડીઓના પરિવારજનોને એન્ટ્રી નહીં મળે.

(6) તમામ ખેલાડીઓએ ટીમ બસમાં જ પ્રવાસ કરવો પડશે.

(7) મૅચ પછીની પ્રેઝન્ટેશન સેરેમનીમાં ખેલાડીઓ ફ્લૉપી (હૅટ) કે સ્લીવલેસ જર્સી પહેરીને હાજરી નહીં આપી શકે. ઉલ્લંઘન કરનારને દંડ કરવામાં આવશે. અન્ય નિયમોનો ભંગ કરનાર માટે અલગ પ્રકારની પેનલ્ટી અને સજા નક્કી કરી રાખવામાં આવી છે.