Thu Oct 15 2026

Logo

17મી ઓક્ટોબરથી આ કારણે પાંચ દિવસ બંધ રહેશે બેંકો, આરબીઆઈએ કરી મહત્ત્વની જાહેરાત, પછી કહેતા નહીં કે...

2026-10-15 21:35:28
Author: Darshana Visaria
17મી ઓક્ટોબરથી આ કારણે પાંચ દિવસ બંધ રહેશે બેંકો, આરબીઆઈએ કરી મહત્ત્વની જાહેરાત, પછી કહેતા નહીં કે...

ઓક્ટોબર મહિનામાં જો તમે પણ બેંક સંબંધિત કોઈ પણ મહત્વનું કામ પતાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 17મી ઓક્ટોબરથી 21મી ઓક્ટોબર સુધી સતત પાંચ દિવસ સુધી બેંકોમાં રજા રહેશે. ચાલો જાણીએ વિસ્તારથી...  

મળતી માહિતી અનુસાર નવરાત્રિની મહાસપ્તમી, મહાઅષ્ટમી, મહાનવમી, વિજયાદશમી અને સાપ્તાહિક રવિવારના કારણે દેશભરની બેંકોમાં 17મી ઓક્ટોબરથી સળંગ પાંચ દિવસ એટલે કે 21મી ઓક્ટોબર સુધી કામકાજ બંધ રહેશે. રોકડ ઉપાડ, ડીડી કઢાવવા, લોન સંબંધિત કાગળો જમા કરાવવા કે ચેક ક્લિયરિંગ જેવા કામો અટકી ન પડે તે માટે ગ્રાહકોએ અગાઉથી નાણાકીય આયોજન કરી લેવું હિતાવહ છે.

17મી ઓક્ટોબરથી શા માટે બેંકો બંધ રહેશે?

દુર્ગાપૂજા પર્વ: 17 ઓક્ટોબરથી દુર્ગાપૂજાના મુખ્ય દિવસો શરૂ થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળ, અસમ, ત્રિપુરા, ઓડિશા, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં મહાસપ્તમીથી લઈને દશમી સુધી બેંકો સંપૂર્ણપણે બંધ રહેશે.
દશેરા (વિજયાદશમી): વિજયાદશમીના દિવસે દેશના મોટાભાગના તમામ રાજ્યોમાં જાહેર રજા હોવાથી તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે.
સાપ્તાહિક રજાઓનો સંયોગ: તહેવારોની રજાઓની સાથે રવિવારની સાપ્તાહિક રજા જોડાતાં ઘણા રાજ્યોમાં સળંગ ત્રણથી ચાર દિવસ સુધી બેંક કાઉન્ટર બંધ રહેશે.

ઓનલાઇન બેંકિંગ અને ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે

બેંકની ભૌતિક શાખાઓ બંધ રહેવા છતાં ગ્રાહકોને રોજિંદા વ્યવહારોમાં મુશ્કેલી ન પડે તે માટે UPI, મોબાઇલ બેંકિંગ અને નેટ બેંકિંગ સેવાઓ 24 કલાક અવિરત ચાલુ રહેશે. સળંગ રજાઓના કારણે એટીએમ મશીનોમાં રોકડની અછત સર્જાઈ શકે છે. તેથી જરૂરી રોકડ રકમ સમયસર ઉપાડી લેવી સલાહભર્યું છે. બેંકો બંધ હોવાથી ચેક ક્લિયરિંગમાં વિલંબ થઈ શકે છે, જેથી તાકીદના પેમેન્ટ્સ માટે IMPS અથવા NEFT/RTGS જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવો.