મુંબઈઃ બોલિવૂડની એક્ટ્રેસ નુસરત ભરૂચાની સ્પાઈન સર્જરીનું સફળ ઑપરેશન કર્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. હવે તે પોતાના ઘરે આરામ કરી રહી છે. એક્ટ્રેસની ટીમે આ અંગે વિગતવાર વાત કરતા જણાવ્યું હતું કે, આ સર્જરી સફળ રહી છે. ઑપરેશન સફળ રહ્યું છે. એમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલા એમનો ગંભીર અકસ્માત થયો હતો. જેમાં એમની કરોડરજ્જૂમાં નુકસાન થયું હતું. બેક સાઈટ પર ફ્રેક્ચર થયું હતું. આ ઘટના બાદ એર એમ્બ્યુલન્સ દ્વારા એમને મુંબઈ શિફ્ટ કરાયા હતા.
ઘરે આરામ કરી રહી છે
આ ઘટના બાદ પ્રાથમિક ધોરણે બાલીની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી, પછી ઈન્જરીની ગંભીરતાને ધ્યાને લેતા મુંબઈ શિફ્ટ કરાયા હતા. મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં એને એડમિટ કરાયા હતા. મુંબઈ આવ્યા બાદ નુસરતનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.જેમાં તે સ્ટ્રેચર પર જોવા મળી હતી. બે અઠવાડિયા સુધી એમની આ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હવે એક્ટ્રેસની તબિયત સારી છે અને તે પોતાના ઘરે આરામ કરી રહી છે. સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા એને થોડો સમય લાગશે. નુસરતના ઑપરેશનની જાણકારી એમની જ ટીમે આપી છે.
અકસ્માત બાદ ખૂબ જ મુશ્કેલી પડી હતી અને ગંભીર ઈજા પહોંચી હતી. હવે તેની સ્પાઈન ઈન્જરી સફળ થઈ છે. ઘરમાં પણ એની પૂરતી સારસંભાળ લેવામાં આવી રહી છે. સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ ફરી તે કોઈ ફિલ્મ પ્રોજેક્ટ સાથે જોડાઈ જશે. પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ થવામાં એમને થોડો સમય લાગશે.
ટાઈગર શ્રોફ સાથે જોવા મળશે
હાલમાં તો ખૂબ જ પોઝિટિવ છે અને ફરીથી બેઠા થવા માટે પ્રયાસ કરી રહી છે. જરૂરી એવું ડાયેટ પણ કરી રહી છે. બાલીમાં અકસ્માત બાદ હાલમાં તે મુંબઈમાં છે. અકસ્માતના લગભગ એક અઠવાડિયા પહેલાં નુસરતે સોશિયલ મીડિયા પર રજાઓની કેટલીક તસવીરો શેર કરી હતી. નુસરત ટાઇગર શ્રોફની આગામી ફિલ્મની કાસ્ટમાં સામેલ થવાની પણ ચર્ચા છે. આ ટાઇગર અને નુસરતની પહેલી ઑન-સ્ક્રીન જોડી હશે.