ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં ઓસ્ટ્રેલિયાનનો સ્ટાર લેગ-સ્પિનર એડમ ઝમ્પા રમતો નહીં જોવા મળે, કેમ કે તે કોઈ પણ ટીમનો ભાગ નથી. એડમ ઝમ્પા હાલમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) માં કરાચી કિંગ્સ ફ્રેન્ચાઈઝી માટે રમી રહ્યો છે.
એડમ ઝમ્પાને વિશ્વના શ્રેષ્ઠ વ્હાઇટ-બોલ સ્પિનરોમાંનો એક મનવામાં આવે છે. એડમ ઝમ્પાએ IPL 2026 ની હરાજીમાં ભાગ, લીધો ન હતો. IPL 2026 પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ એડમ ઝમ્પાને રિલીઝ કર્યો હતો, અને તેણે ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું.

IPLમાં પૈસા નથી મળી રહ્યા!
ઝમ્પાએ IPL અંગે નારાજગી વ્યક્ત કરી છે અને IPL છોડવા પાછળનું કારણ સ્પષ્ટ કર્યું છે. એક ઈન્ટરવ્યુંમાં ઝમ્પાએ કહ્યું, "હું આ વર્ષે IPL માંથી ખસી ગયો. સાચું કહું તો, મારી જેવી કુશળતા ધરાવતી વ્યક્તિને તેના કૌશલ્ય મુજબ પૈસા નથી મળી રહ્યા."
ઝમ્પાએ કહ્યું, "આઈપીએલમાં જેટલો લાંબો સમય ચાલે છે, એ જોતાં તેમાં રમતા રહેવા મારા માટે વાજબી લાગતું ન હતું."
ઝમ્પાએ PSL માં રમવાનો નિર્ણય તેણે છેલ્લી ઘડીએ કર્યો હતો. તેણે કહ્યું."હું બ્રેક લેવાનો હતો પણ એક મહિના પહેલા પીએસએલ રડાર પર આવ્યું, બધું ખૂબ જ ઝડપથી બન્યું,"
ઝમ્પાનું ફ્લીપ IPL કરિયર:
ઝમ્પા વર્ષ 2016 માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ (RPS) તરફથી IPL ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR) સાથે જોડાયો. જોકે, તે કોઈ પણ IPL સિઝનમાં છથી વધુ મેચ ન રમી શક્યો. કુલ મળીને, ઝમ્પાએ 22 IPL મેચ રમી, જેમાં તેણે 31 વિકેટો લીધી.