જયપુર: દેશભરમાં આતંકી પ્રવુતિઓ વધવાના એલર્ટ વચ્ચે રાજસ્થાનમાંથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જે જયપુરમાં સ્લીપર સેલ તરીકે કામ કરતી હતી. બબીતાએ ઓનલાઈન કલમાથી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. તેમજ તે પાકિસ્તાન જવા માંગતી હતી.
મહિલાની ઓળખ બબીતા ધાકડ તરીકે થઈ
આ અંગે સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલી એક મહિલા સ્લીપર સેલ ઓપરેટિવની અટકાયત કરી છે. આ ધરપકડ કરાયેલી મહિલાની ઓળખ બબીતા ધાકડ તરીકે થઈ છે. જે ગંગાપુરની વતની છે અને હાલમાં તે જયપુરમાં રહેતી હતી.
જૈશ-એ-મોહમ્મદના હેન્ડલરના સંપર્કમાં હતી
આ ઉપરાંત મળતી માહિતી મુજબ બબીતાએ ઓનલાઈન કલમા પઢીને ઇસ્લામ ધર્મ સ્વીકાર કર્યો હતો. તેની બાદ તેણે પોતાનું નામ ખાદીજા રાખ્યું હતું. તેમજ તે સોશિયલ મીડિયા માધ્યમથી જૈશ-એ-મોહમ્મદના હેન્ડલરના સંપર્કમાં હતી. તેમજ અન્ય પ્રતિબંધિત પાકિસ્તાની જૂથો સાથે પણ જોડાયેલી હતી.
મસૂદ અઝહરના સાળા ઉસ્તાદ ગૌરીના સંપર્કમાં હતી
ધર્મ પરિવર્તન અને બ્રેઇન વોશ બાદતેને વ્યૂહાત્મક માહિતી પ્રસારિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમજ તે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના સાળા ઉસ્તાદ ગૌરીના સંપર્કમાં હતી. જ્યારે એજન્સીઓ હાલમાં આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.