ઘણા લોકો માટે દરરોજ રાત્રે બરાબર ત્રણેક વાગ્યાની આસપાસ અચાનક ઊંઘ ઊડી જવી એ એક સામાન્ય બાબત બની ગઈ છે. કેટલાક લોકો આ ઘટનાને આધ્યાત્મિક માન્યતાઓ કે રહસ્યમય શક્તિઓ સાથે જોડે છે, પરંતુ વિજ્ઞાન આ પાછળ આપણા શરીરની બોડી ક્લોક અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા અનેક શારીરિક કારણો તરફ ઈશારો કરે છે.
આપણા શરીરની અંદરની સિસ્ટમ, હોર્મોન્સનું સ્તર, પાચનક્રિયા અને સ્લીપ સાયકલ (Sleep Cycle) એ નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવે છે કે તમે રાતભર શાંતિથી સૂતા રહેશો કે અચાનક જાગી જશો. ચાલો જાણીએ આ પેટર્ન પાછળનું સાચું વિજ્ઞાન-
શરીરની અંદરની બોડી ક્લોક:
રાત્રે ત્રણ વાગ્યે ઊંઘ ઊડી જવાનું એક મુખ્ય કારણ શરીરની બાયોલોજિકલ ક્લોક છે, જે આપણા સોવા અને જાગવાના સમયને કંટ્રોલ કરે છે. રાતના પહેલા ભાગમાં આપણને ઘાઢી ઊંઘ આવે છે. પરંતુ, રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ પછી ઊંઘ સ્વભાવિક રીતે જ હળવી થઈ જાય છે, જેથી આ સમયે નાની-મોટી હલચલથી પણ અચાનક આંખ ખૂલી જાય છે.
સ્ટ્રેસ હોર્મોન ક્વાર્ટિસોલનું વધતું સ્તર:
સવારે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે આપણું શરીર ધીમે-ધીમે 'કોર્ટિસોલ' હોર્મોનનું ઉત્પાદન વધારે છે, જે આપણને જાગવા માટે તૈયાર કરે છે. જો તમે દિવસ દરમિયાન અતિશય માનસિક તણાવ, ચિંતા કે ઓવરથિંકિંગ (વધુ પડતું વિચારવું) થી પીડાતા હોવ, તો રાત્રે કોર્ટિસોલનું સ્તર સામાન્ય કરતાં વધી જાય છે, જેનાથી મગજ એલર્ટ મોડમાં આવી જાય છે અને ઊંઘમાં ખલેલ પહોંચે છે.
રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ:
આપણી ઊંઘ અલગ-અલગ તબક્કામાંથી પસાર થાય છે. રાતના પાછલા ભાગમાં REM (રેપિડ આઈ મુવમેન્ટ) સ્લીપ વધુ હોય છે, જે ગાઢ ઊંઘ કરતાં હળવી હોય છે. આ તબક્કા દરમિયાન રૂમનું તાપમાન બદલાવું, હળવો પ્રકાશ કે સહેજ અવાજ જેવી નાની બાબતો પણ આપણી ઊંઘ ઉડાડવા માટે પૂરતી હોય છે.
બ્લડ શુગર અને મોડેથી ભોજન કરવાની ટેવ:
બ્લડ શુગર ડ્રોપ: રાત્રે લોહીમાં ગ્લુકોઝનું સ્તર અચાનક ઘટી જાય ત્યારે શરીર તેને બેલેન્સ કરવા ગ્લુકોઝ રિલીઝ કરે છે, જેનાથી અસ્વસ્થતા થાય છે અને ઊંઘ ઊડી જાય છે.
ભારે ખોરાક: મોડી સાંજે કે રાત્રે તળેલું, ભારે કે મસાલેદાર ખાવાથી પાચન ધીમું પડે છે. એસિડિટી, ગેસ અને છાતીમાં બળતરા થવાને કારણે પણ રાત્રે અચાનક જાગી જવાય છે.
હોર્મોનલ બદલાવ અને બોડી સિચ્યુએશન
ઉંમર વધવાની સાથે થતા કુદરતી હોર્મોનલ ફેરફારો ઊંઘની ગુણવત્તા બગાડે છે. ખાસ કરીને મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા, ગર્ભાવસ્થા (Pregnancy) કે મેનોપોઝને કારણે થતા હોર્મોનલ બદલાવથી રાત્રે ગભરામણ, વધુ પડતી ગરમી અને અસ્વસ્થતા થાય છે. આ સિવાય અન્ય શારીરિક તકલીફો પણ વારંવાર ઊંઘ ઉડાડી શકે છે.