Sat Mar 07 2026

Logo

કોફી સ્ટિરરમાં કેમ જોવા મળે છે ઝીણા ઝીણા છિદ્રો? 99 ટકા લોકોને નથી ખબર આ પાછળનું...

1 week ago
Author: Darshana Visaria
Article Image

દુનિયાભરમાં કોફીના શોખીનોની સંખ્યા કરોડોમાં છે, પરંતુ તેમ છતાં ટી લવર્સની સંખ્યા સામે આ સંખ્યા ઓછી જ છે. જો તમે પણ કોફી લવર્સ છો તો તમે પણ ક્યારેકને ક્યારેક કોફી પીવા માટે ગયા હશો તો તમને ખ્યાલ હશે કે કોફીની સાથે કોફી સ્ટિટરર આપવામાં આવે છે. હવે આ કોફી સ્ટિરરને ધ્યાનથી જોયું હશે તો તેમાં નાના નાના છિદ્રો જોવા મળે છે. પણ શું તમને ખબર છે કે કોફી સ્ટિરરમાં છિદ્રો કેમ હોય છે? તેનું કામ શું હોય છે? ચાલો આજે આ સ્ટોરીમાં તમને જણાવીએ... 

કોફી શોપમાં જ્યારે આપણે કોફી ખરીદીએ છીએ ત્યારે તેની સાથે એક નાની લાકડાની કે પ્લાસ્ટિકની સ્ટીક આપવામાં આવે છે, જેને આપણે 'કોફી સ્ટિરર' તરીકે ઓળખીએ છીએ. વાત કરીએ આ સ્ટિરરના આ સ્ટિરરનો મુખ્ય ઉપયોગ કોફીમાં ખાંડ, ક્રીમ કે દૂધને બરાબર મિક્સ કરવા માટે થાય છે. પરંતુ જો તમે તેને ધ્યાનથી જોયું હોય, તો તેમાં બે નાના છિદ્રો કે પછી હોલો જેવી ડિઝાઈન હોય છે. ચાલો જાણીએ આ ડિઝાઈન પાછળના મુખ્ય કારણો-

⦁     ગરમ કોફીથી જીભને બચાવવા માટે
કોફી સ્ટિરરનો ઉપયોગ ઘણીવાર સ્ટ્રો (Straw) ની જેમ પણ કરી શકાય છે. જ્યારે તમે આ કાણાંવાળી સ્ટિરરથી કોફી પીવાનો પ્રયત્ન કરો છો, ત્યારે ગરમ કોફી આ સાંકડા કાણાંમાંથી પસાર થતા થોડી ઠંડી થઈ જાય છે. આનાથી ગરમ કોફી સીધી જીભ પર લાગતી નથી અને જીભ બળવાની શક્યતા ઘટી જાય છે.
⦁     મજબૂતી અને ટકાઉપણું
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, એક નક્કર (Solid) સ્ટીકની તુલનામાં નળાકાર અથવા કાણાંવાળી (Hollow) ડિઝાઇન વધુ મજબૂતી આપે છે. કોફી મિક્સ કરતી વખતે ગરમ પ્રવાહીના દબાણને કારણે સ્ટીક વળી ન જાય કે તૂટી ન જાય તે માટે આ પ્રકારની ડિઝાઇન કરવામાં આવે છે.
⦁     મિક્સિંગમાં સરળતા 
સ્ટિરરમાં રહેલા કાણાં એક ગળણી (Funnel) જેવું કામ કરે છે. જ્યારે તમે કોફીને હલાવો છો, ત્યારે કોફી આ કાણાંઓમાંથી પસાર થાય છે, જેનાથી દૂધ, ખાંડ અને કોફી ઝડપથી અને એકસરખી રીતે ભળી જાય છે.

કોફી સ્ટિરરનો ઉપયોગ ક્યાં થાય છે?
કોફી સ્ટિરર માત્ર કોફી શોપમાં જ નહીં, પરંતુ ઓફિસ, કેન્ટીન, રેસ્ટોરન્ટ અને ઘરના રસોડામાં પણ અનિવાર્ય છે. તે પ્લાસ્ટિક, મેટલ અને લાકડા (Eco-friendly) એમ વિવિધ મટીરિયલમાં ઉપલબ્ધ હોય છે. આજકાલ પર્યાવરણને ધ્યાનમાં રાખીને લાકડાના સ્ટિરરનો ઉપયોગ વધુ વધી રહ્યો છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...

વધુ જુઓ...