Sun Mar 08 2026

Logo

WhatsApp Users માટે મોટા સમાચાર: હવે સિમ કાર્ડ વિના નહીં ચાલે વોટ્સએપ! જાણો નવા અપડેટ વિશે...

1 week ago
Author: Darshana Visaria
Article Image

AI Generated Images


આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને એમાં પણ વોટ્સએપએ દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી મેસેજિંગ એપ બની ચૂકી છે. વોટ્સએપ પણ સમયાંતરે યુઝર્સની સુવિધા માટે તેમાં નવા નવા અપડેટ્સ લાવે છે. તાજેતરમાં જ વોટ્સએપ દ્વારા એક એવો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેની યુઝર્સ પર ખૂબ જ ગંભીર અને મોટી અસર જોવા મળશે. એમાં પણ ખાસ કરીને એવા યુઝર્સ પર આ ફેરફારની અસર જોવા મળશે કે જેઓ એક્ટિવ સિમ કાર્ડ વિના વોટ્સએપ ચલાવતા હતા.

અત્યાર સુધી અનેક વોટ્સએપ યુઝર્સ એકવાર વોટ્સએપ વેરિફિકેશન કરી લીધા પછી તે સિમ કાર્ડને મોબાઈલમાંથી કાઢી નાખતા હતા અથવા તે નંબર બંધ થઈ જાય તો પણ વાઈ-ફાઈ દ્વારા વોટ્સએપ ચલાવતા રહેતા હતા. પરંતુ હવે વોટ્સએપે તેની સુરક્ષા પોલિસી વધુ કડક બનાવી છે. નવા અપડેટ અનુસાર વોટ્સએપ સમયાંતરે બેકગ્રાઉન્ડમાં ચેક કરશે કે જે નંબર પર વોટ્સએપ ચાલી રહ્યું છે તે સિમ કાર્ડ તે ડિવાઈસમાં એક્ટિવ છે કે નહીં.

જો સિમ કાર્ડ મોબાઈલમાં નહીં હોય અથવા તે નંબર લાંબા સમયથી બંધ હશે, તો વોટ્સએપ આપમેળે લોગ-આઉટ થઈ જશે અથવા કામ કરવાનું બંધ કરી દેશે. વાત કરીએ વોટ્સએપ દ્વારા આ નિર્ણય કેમ લેવામાં આવ્યો એની તો વોટ્સએપ દ્વારા આ પગલું સુરક્ષા અને પ્રાઈવસી વધારવા માટે લેવામાં આવ્યું છે. 

જો તમા મોબાઈલ ફોનમાં એક્ટિવ સિમ કાર્ડ નહીં હોય અને એ નંબર પર એક્ટિવ વોટ્સએપ બંધ કરી દેવામાં આવશે. જો તમારો નંબર લાંબા સમય સુધી બંધ રહે, તો ટેલિકોમ કંપનીઓ તે નંબર બીજા કોઈને ફાળવી દે છે. જો જૂના યુઝરનું વોટ્સએપ તે નંબર પર ચાલુ રહે, તો નવા યુઝર જ્યારે વોટ્સએપ બનાવશે ત્યારે ડેટા લીક થવાનું જોખમ રહે છે.

આ સિવાય સિમ કાર્ડ વગર ચાલતા એકાઉન્ટ્સનો ઘણીવાર સાયબર ગુનેગારો દ્વારા દુરુપયોગ કરવામાં આવતો હતો. સિમ ફરજિયાત કરવાથી એકાઉન્ટની ઓળખ સરળ બનશે. નવા નિયમથી યુઝર્સને પોતાનું એકાઉન્ટ રિકવર કરવામાં અને ટુ-સ્ટેપ વેરિફિકેશન સેટ કરવામાં વધુ સરળતા અને સુરક્ષા મળશે.

યુઝર્સે શું ધ્યાન રાખવું જોઈએ?
⦁    નંબર ચાલુ રાખો: 
જો તમે તમારા વોટ્સએપ એકાઉન્ટને સુરક્ષિત રાખવા માંગતા હોવ, તો ખાતરી કરો કે તમારું સિમ કાર્ડ એક્ટિવ છે અને તેમાં નિયમિત રિચાર્જ થઈ રહ્યું છે.
⦁    નંબર બદલાવો: 
જો તમે નવો નંબર લીધો હોય, તો વોટ્સએપ સેટિંગ્સમાં જઈને 'Change Number' ફીચરનો ઉપયોગ કરીને જૂના એકાઉન્ટનો ડેટા નવા નંબર પર ટ્રાન્સફર કરી લો.
⦁    લિંક્ડ ડિવાઇસ: 
જો તમે વેબ કે ડેસ્કટોપ પર વોટ્સએપ વાપરો છો, તો તેના માટે પ્રાઇમરી ફોનમાં સિમ કાર્ડ એક્ટિવ હોવું અનિવાર્ય બનશે.