Sat Sep 05 2026

Logo

નેપાળ સંકટ દુનિયા પર દુનિયા એકજૂટ: મદદ માટે આગળ આવ્યા ઘણાં દેશ; ભારત, શ્રીલંકા અને બ્રિટને કરી મદદની મોટી જાહેરાત

Kathmandu   2026-08-28 10:11:00
Author: Mumbai Samachar Team
નેપાળ સંકટ દુનિયા પર દુનિયા એકજૂટ: મદદ માટે આગળ આવ્યા ઘણાં દેશ; ભારત, શ્રીલંકા અને બ્રિટને કરી મદદની મોટી જાહેરાત

નેપાળમાં આવેલી આપત્તિ બાદ ઘણાં દેશોએ નેપાળની મદદ માટે હાથ લંબાવ્યો છે. ભારતે પહેલા જ મદદ મોકલવાની શરુઆત કરી દીધી છે. હવે શ્રીલંકા અને બ્રિટને પણ મદદની જાહેરાત કરી છે. 

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે નેપાળ અને ચીનમાં આવેલા ભીષણ પૂર પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે ભીષણ પૂરથી હું દુઃખી છું. જેમાં અનેક લોકોના જીવ ગયા છે, અનેક લોકો લાપતા થયા છે અને મોટી સંખ્યામાં તબાહી થઇ છે. 

સંયુક્ત રાષ્ટ્રએ રાહત કાર્યો માટે તાત્કાલિક ધોરણે 20 લાખ અમેરિકી ડોલરની રકમ જાહેર કરી છે. શ્રીલંકાએ ગુરુવારે કહ્યું કે તે નેપાળને 10 લાખ અમેરિકી ડોલરની આર્થિક મદદ કરશે.

શ્રીલંકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મદદ પૂર બાદ નેપાળના લોકોની સાથે અમાર એકજૂટતાને દર્શાવે છે. બ્રિટને નેપાળને 50 લાખ પાઉન્ડની મદદની ઓફર કરી છે. બ્રિટનના વડાપ્રધાન એન્ડી બર્નહૈમે ક્ષેત્રની સ્થિતિને વિનાશકારી ગણાવી અને સંકટમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને સ્થાનિક અધિકારીઓએ નિર્દેશોનુ પાલન કરવાનો આગ્રહ કર્યો

નેપાળ પૂર પીડિતની મદદ માટે આગળ આવ્યું ભારત 

નેપાળમાં જળપ્રલયથી ભારે તબાહી  બાદ ભારત સતત મદદ પહોંચાડી રહ્યું છે. પીડિતોની મદદ માટે ગુરુવારે ભારતે 37.5 ટન રાહત સામગ્રી નેપાળ મોકલી. હિંડન એરબેઝથી ગુરુવારે વાયુસેનાનું સી 17 ગ્લોબ માસ્ટર વિમાન રાહત સામગ્રી લઇને નેપાળ રવાના થયું. વિદેશ મંત્રી એસ.જયશંકરે ટ્વિટ કરીને તેની જાણકારી આપી

બુધવારે રાતે પણ મોકલી રાહત સામગ્રી

તેમણે કહ્યું કે ભારત નેપાળના અધિકારીઓની સાથે સતત સંપર્કમાં છે. અમે રાહત કાર્યોમાં સંપૂર્ણ સહયોગ આપતા રહીશું. હિંડન એરફોર્સ સ્ટેશનથી પ્રાપ્ત જાણકારી અનુસાર ગુરુવારે સવારે લગભગ 9 વાગ્યે વિમાન નેપાળથી રવાના થયું. 

તો બુધવારે રાતે પણ 10 ટન રાહત સામગ્રી લઇને સી 17 ગ્લોબ માસ્ટર પણ નેપાળ ગયું હતું. તેમા પૂર રાહત સામગ્રી, દવાઓ અને ખાદ્ય પેકેટ મોકલવામાં આવ્યા છે. નેપાળમાં બુધવારે અચાનક  આવેલા જળપ્રલયથી ભારે તબાહી મચી છે.