નવી દિલ્હીઃ પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાંથી ત્રણ રાજ્યમાંથી ઓપન બહુમતી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ખાતામાં જોવા મળી રહી છે, જ્યારે એક રાજ્ય કેરળ કોંગ્રેસને મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને જીતાડવા માટે પીએમ મોદી અને અમિત શાહનો પ્રચાર અસરકારક રહ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલી ચૂંટણીમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો, જ્યારે સૌથી વધુ કાર્યક્રમ બંગાળમાં પણ કર્યા હતા, જ્યારે સૌથી ઓછી રેલી પુડુચેરીમાં કરી હતી.
પાંચ રાજ્યમાંથી પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપને સ્પષ્ટ બહુમત જોવા મળી રહ્યો છે. તમિલનાડુના પરિણામો ચોંકાવનારા રહ્યા છે. કેરલમમાં લેફ્ટ પાર્ટીના દસ વર્ષના શાસનનો અંત આવી ગયો છે, જ્યાં કોંગ્રેસના નેતૃત્વમાં યુડીએફની આંધી આવી છે, જ્યારે પુડુચેરી અને આસામમાં હાલ બેહાલ છે, પરંતુ પૂર્વ-પશ્ચિમમાં પીએમ મોદીએ પુડુચેરી, આસામ, તમિલનાડુ અને કેરલમમાં પણ ચૂંટણી રેલી કરી હતી, પણ સૌથી વધુ ક્યાં અસરદાર રહી હતી એની વાત કરીએ.
ચાર રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની તારીખ પંદરમી માર્ચના જાહેર કરવામાં આવી હતી, એના પછી પીએમ મોદીએ કુલ 29 ચૂંટણી પ્રચાર અભિયાનમાં ભાગ લીધો હતો, જેમાં 19 જિલ્લામાંથી 24 રોડ શો, જનસભા અને રેલી ફક્ત બંગાળમાં કરી હતી. પીએમ મોદીએ મુર્શિદાબાદથી કોલકાતા સુધી તાબડતોડ રેલી કરી હતી, બીજી બાજુ અન્ય રાજ્યમાં ચૂંટણી સંબંધિત કાર્યક્રમો કર્યા નહોતા. પીએમ મોદીએ જ્યાં પ્રચાર રેલી યા જનસભા કરી ત્યાંથી 259 બેઠકમાંથી 171 બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી, જ્યારે આ સેક્ટરમાં ભાજપનો સ્ટ્રાઈક રેટ 65 ટકા રહ્યો છે.
પ.બંગાળમાં ભાજપનો વિજય: વડાપ્રધાને જનતાને કર્યા નમન | Narendramodi | westbengal #pmmodi #narendramodi #bjpvictory #westbengalelection2026 #BiharFormula #ekbharatshreshthabharat #bharat #BharuchBJP #gujaratpolitics #electionresults2026 #KhelaHoGaya #assamelections #puducherry… pic.twitter.com/VAUbCL0mxM
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 4, 2026
ટીએમસીના ગઢમાં મોદીએ પાડ્યા ગાબડાં
વડા પ્રધાન મોદીએ ઉત્તર પરગણામાં ચાર વખત પ્રચાર અભિયાનમાં ભાગ લીધો હતો, જેમાં પાનીહાટી, ડમડમમાં વિજય સંકલ્પ સભા અને બનગાંવમાં ઠાકુરનગરમાં એક રેલીનો પણ સમાવેશ થાય છે. એના સિવાય અંતિમ રેલી બેરકપુર જિલ્લામાં યોજી હતી. ઉત્તર 24 પરગણામાંમાં કુલ 33 સીટ છે. 2021ની ચૂંટણીમાં જ્યાં ફક્ત પાંચ સીટ પર ભાજપને સીટ મળી હતી. પીએમ મોદીએ જ્યાં પ્રચાર માટે કર્યો હતો, જ્યાંથી ભાજપને 17 સીટ મળી છે, જ્યારે કોલકાતા (ઉત્તર અને દક્ષિણ)માંથી છ સીટ પર સરસાઈ મેળવી છે, જ્યાંથી અગાઉ ટીએમસી જીત્યું હતું. કોલકાતા સિવાય હુગલીમાં ભાજપએ 14 બેઠક પર સરસાઈ મેળવી છે, જ્યારે દક્ષિણ 24 પરગણા ટીએમસીના ગઢ હતો, જ્યાં 2021માં 31માંથી 30 સીટ ટીએમસીના ખાતામાં હતી, જ્યાં આ વખતે બાર સીટ પર લીડ ધરાવે છે.
2021માં શું પરિણામ હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાંથી રેલી/પ્રયાર કરી હતી, તેમાં કોલકાતા દક્ષિણમાં ભવાનીપુર, કૂચબિહાર, સૂરી, આસનસોલ, હલ્દિયા, જંગીપુર, કટવા, કુશમંડી, સિલિગુડી, પુરુલિયા, ઝારગ્રામ, બિષ્ણુપુર, મેદિનીપુર, હાવડા, મથુરાપુર, જાધવપુર, ડમડમ, પાનીહાટી, ઠાકુરનગર, હરિપાલ, બૈરકપુરનો સમાવેશ થાય છે, જ્યાં જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા, ત્યાંની કુલ સીટની સંખ્યા 259 થાય છે. જોકે, 2021માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચાર કર્યો હતો, ત્યાંથી 62 બેઠક પર જીત મળી હતી, જ્યારે ટીએમસીને 196 બેઠક મળી હતી. પશ્ચિમ બંગાળ સિવાય પુડુચેરીમાં પીએમ મોદી ફક્ત ત્રીજી એપ્રિલના એક રોડ શો કર્યો હતો, જ્યારે તમિલનાડુમાં બે દિવસમાં બે ચૂંટણી કાર્યક્રમ અને આસામ અને કેરલમમાં બે-બે દિવસમાં ચારચાર ચૂંટણી કાર્યક્રમ કર્યાં હતા.
પશ્મિમ બંગાળમાં ભાજપનું 'ઓપરેશન વિજય' | WestBengalElectionResults | BJPVictory | Politics News #westbengal #electionresults #bjpvictory #formula #politicsnews #narendramodi #suvenduadhikari #bengalpolls2026 #gujaratinews #elections2026 #politicalstrategy #hindutva #WomenCard… pic.twitter.com/fqkaZZYzlh
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 4, 2026
બાબરી મસ્જિદ બનાવવાનું સપનું અધૂરું રહેશે?
પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અગાઉ ભવાનીપુર બેઠક પરથી આગળ ચાલી રહ્યા હતા, પરંતુ હવે 200 મતથી પાછળ ચાલી રહ્યા છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થવાથી બાબરી મસ્જિદ બનાવવાનું સપનું જોનારા હુમાયુ કબીરનું પણ શું થશે એ પણ ગંભીર સવાલો ઊભા થયા છે. મમતા બેનરજીના નેતા રહી ચૂકેલા હુમાયુ કબીરે ચૂંટણી પહેલા બંગાળમાં અયોધ્યાવાળી બાબરી મસ્જિદ સ્ટાઈલમાં એક નવી મસ્જિદ બનાવવાની જાહેરાત કરી હતી અને તેમને કહ્યું હતું કે ચાર કરોડ મુસ્લિમોના રહેતા કોઈ ઇંટ પણ હલાવી શકશે નહીં. હુમાયુ કબીરે પોતાની પાર્ટી પણ બનાવી અને બે સીટ પર જીત પણ મેળવી છે. ભાજપ પણ પહેલી વાર જીતીને સત્તામાં આવ્યું છે, તેથી સવાલ એ છે કે બંગાળ બનનારી મસ્જિદનું શું થશે.