Mon Jul 27 2026

Logo

વાપીમાં પાણીમાં ફસાયેલા યુવકને બચાવવા PIએ લગાવી જાનની બાજી, થાંભલા પર ચડ્યા ને...

2026-07-27 13:23:00
Author: Vimal Prajapati
Article Image

વાપી, વલસાડઃ ગુજરાતમાં સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. ખાસ કરીને વલસાડમાં વરસાદ થયો તેના કારણે સર્વત્ર પાણી ભરાયા હતા. અનેક વિસ્તારો ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગયાં હતાં. આ દરમિયાન અનેક લોકો મદદ માટે પણ દોડી આવ્યાં હતાં. આ પૂરની સ્થિતિમાં પોલીસે ખૂબ જ સારી કામગીરી કરી છે. વાપીમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો તેના કારણે અનેક વિસ્તાર જળમગ્ન બન્યાં હતાં. જેમાં પાણીમાં ફસાયેલા એક વ્યક્તિને બચાવવા માટે પીઆઈ બીએન ગોહિલ થાંભળા પર ચઢી ગયાં હતા.

ગુજરાત પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી

ઘટનાની વાત કરવામાં આવે તો, 22 જુલાઈએ ભારે વરસાદ થયો તેના કારણે વાપી વિસ્તારમાં પાણીમગ્ન થઈ ગયો હતો. અનરાધાર વરસાદના કારણે કોલક નદી બંને કાંઢે છલકાઈ ગઈ હતી. જેના કારણે આસપાસની વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન મોરાઈ ગામમાં મકસુદનભાઈ નામના વ્યક્તિ પાણીમાં ફસાઈ ગયાં હતાં. તેઓ મોરાઈ ગામની સીમમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા હતાં. પરંતુ પાણીમાં ફસાઈ ગયાં હોવાના કારણે તેમની બચવાનો કોઈ ઉપાય નહોતો એટલે તે લાઈટના થાંભલાનો સહાલો લે છે. રાતના ત્રણ વાગ્યાથી લઈને છેક સવાર સુધી તેઓ થાંભલા પર જ રહ્યાં હતાં. 

PI ગોહિલે પોતાના જીવની ચિંતા કર્યા થાંભલા પર ચઢી ગયાં

પાણીમાં ફસાયેલા મકસુદનભાઈને બચાવવા માટે PI ગોહિલે પોતાના જીવની ચિંતા કર્યા વગર લાઇટના થાંભલા પર ચઢી ગયાં હતાં. પીઆઈના જણાવ્યા પ્રમાણે પોલીસ રાહત અને બચાવ કામગીરી કરી રહી હતી ત્યારે મોરઇ ગામની સીમમાં કોલક નદીના પટમાં એક વ્યક્તિ ફસાઇ ગયેલ હોવાની જાણકારી મળી હતી. થાંભલા પાસે પહોંચાવ માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યાં પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે તે શક્ય બને તેમ નહોંતું. એટલે હવે માત્ર એક ઉપાય હતો કે, લાઈટના થાંભલા પર ચઢી તેના તારથી બીજા થાંભલે પહોંચી શકાય!

આ સ્થિતિને ધ્યાને રાખતા પોલીસે પહેલી  GEBનો સંપર્ક કરીને વીજ પ્રવાહ બંધ કરાવ્યો હતો. તે પછી એક સ્થાનિક તરવૈયાની મદદથી એક થાંભલા પરથી બીજા થાંભલા પર દોરડું જવામાં આવ્યું તે પછી PI બી.એન ગોહિલ તે થાંભલા સુધી પહોચ્યાં હતાં. આખરે પોલીસ, એનડીઆરએફ, સ્થાનિકો અને હેલિકોપ્ટરની મદદથી મકસુદનભાઈનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આ કાગમીરીના કારણે લોકોએ પોલીસની ખૂબ જ વખાણ કર્યાં હતાં.