Wed May 06 2026

Logo

કાળઝાળ ગરમીની અસર: શાકભાજીના ભાવમાં 30 ટકા સુધીનો તોતિંગ વધારો

2026-05-06 20:30:35
Author: Mumbaui Samachar Team
Article Image

થાણે: હાલ મહારાષ્ટ્રમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેની અસર શાકભાજીના ઉત્પાદન પર પડી છે. જેના કારણે ભાવમાં તોતિંગ વધારો થયો છે. માર્કેટના વિક્રેતાઓએ જણાવ્યું હતું કે ફળો અને શાકભાજીની સાથે પાંદડાવાળી ભાજીના ભાવમાં પણ વધારો થયો છે.

થાણે શહેરના બજારમાં વાશી, નાશિક, પુણે, સાતારા જેવા વિવિધ જિલ્લાઓમાંથી શાકભાજી આવે છે. આ વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયામાં ઊંચા તાપમાન, પાકને નુકસાન, પાણીની અછત અને પરિવહન સમસ્યાઓના કારણે શાકભાજીની આવક ઘટી છે. આનાથી થાણે અને  ઉપનગરોના બજારો પર અસર પડી છે. 

આવક ઘટવાના કારણે ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. એવું જોવા મળે છે કે ભીંડા, ટીંડલી, કોબી, રીંગણ, દૂધી, વટાણા, પાલક અને મેથી જેવા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે.

સૌથી વધુ વધારો ફણસીના ભાવમાં જોવા મળી રહ્યો છે. પહેલા ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો હતા, હવે તે 60 રૂપિયા કિલો વેચાઈ રહી છે. લીલા મરચા પહેલા 60 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા તે હવે 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. પાંદડાવળી ભાજીના ભાવમાં 10થી 20 રૂપિયાનો વધારો થયો છે. 

શાકભાજીના ભાવમાં વધારો સામાન્ય નાગરિકોના બજેટ પર સીધી અસર કરી રહ્યો છે. વધતા તાપમાનને કારણે બજારમાં લીંબુની માંગ વધી છે. માંગમાં વધારાને કારણે બજારમાં લીંબુના ભાવમાં વધારો થયો છે. છૂટક બજારમાં પહેલા 5 રૂપિયા પ્રતિ નંગના ભાવે વેચાતા લીંબુ હવે 8થી 10 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. શહેરમાં આંધ્રપ્રદેશથી લીંબુ આવી રહ્યા છે.

શાકભાજીના ભાવ