Tue Sep 08 2026

Logo

નીટ પેપર લીક કેસ સંદર્ભે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે

2026-07-23 15:50:32
Author: Chandrakant Kanoja
નીટ પેપર લીક કેસ સંદર્ભે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે

નવી દિલ્હી: નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલુ છે આ દરમિયાન કેન્દ્ર સરકાર એકશનમાં આવી છે. તેમજ જે સ્થળોએ પેપર લીકના કેસ દાખલ થયા છે તે ચાર સ્થળે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. આ અંગે કેન્દ્ર સરકારે જે તે રાજ્યના ચીફ જસ્ટિસને પત્ર લખશે. તેમજ આ કોર્ટમાં તેની દરરોજ સુનાવણી કરવામાં આવશે. જેના લીધે આરોપીઓને ઝડપથી સજા થશે. 

દેશમાં પેપર લીક સંબંધિત કેસ મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને નાગપુર  પશ્ચિમ બંગાળના કોલકાતા  અને  મધ્ય પ્રદેશના જબલપુરમાં નોંધાયા છે.

પીએમ મોદીએ એકસ પર પોસ્ટ કરી

આ પૂર્વે પીએમ મોદીએ એકસ પર પોસ્ટ કરી હતી, જેમાં  લખ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયોની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનાર કોઈપણને છોડવામાં  નહીં આવે. 

નીટ પેપર લીક અંગે જંતર મંતરથી સંસદ સુધી વિરોધ પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે, નીટ પેપર લીક અંગે વિરોધ પ્રદર્શન જંતર મંતરથી સંસદ સુધી ચાલી રહ્યું છે. સંસદમાં આજે સતત ચોથા દિવસે પણ હોબાળો જોવા મળ્યો. હંગામાને કારણે બંને ગૃહોની કાર્યવાહી ફરી મુલતવી રાખવી પડી. કોંગ્રેસ પાર્ટી પેપર લીક મુદ્દે ગૃહમાં ચર્ચા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ છે.