Mon Oct 05 2026

Logo

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ વે જેમ

2026-07-23 15:35:00
Author: Pooja Shah
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ વે જેમ

અમાદવાદઃ દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદથી હાઇવેના ઘણા ભાગો ડૂબી ગયા બાદ, સુરત વાયા અમદાવાદ અને મુંબઈને જોડતા સૌથી વ્યસ્ત હાઇવે પૈકીના એક, નેશનલ હાઇવે 48 (એનએચ-48) પર ભારે ટ્રાફિક જામ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં માત્ર 24 કલાકમાં લગભગ 36 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર લગભગ ઠપ થઈ ગયો છે. જેના કારણે હજારો મુસાફરો કલાકો સુધી અટવાઈ ગયા છે.

રીઅલ-ટાઇમ ગુગલ મેપ્સ ટ્રાફિક ડેટા અનુસાર, સુરત પછી એનએચ-48 ના અનેક ભાગો પાણીથી ભરાયેલા છે. ડુંગરી અને ચીખલી નજીક ભારે ટ્રાફિક જામની જાણ કરવામાં આવી છે, જ્યારે વલસાડ જિલ્લાના વાપી અને કરમબેલી નજીક હાઇવે પર પાણી ભરાઈ જવાને કારણે ઘણા કલાકો સુધી ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો.
 
સૌથી વધુ અસર પારડી, મોતીવાડા અને ઉદવાડા નજીકના વિસ્તારો પર પડી છે, જ્યાં હાઇવેનો મોટો ભાગ પાણીમાં ગરકાવ છે. અધિકારીઓએ અનેક સ્થળોએ હાઇવેની એક બાજુ બંધ કરી દીધી હોવાના અહેવાલ છે, જેના કારણે લાંબી ટ્રાફિક કતારો લાગી છે. લાઇવ ટ્રાફિક ડેટા વલસાડ અને મહારાષ્ટ્ર સરહદ વચ્ચેના વિસ્તારમાં વાહનોની લાંબી લાઈન લાગી છે.
 
વરસાદ ચાલુ રહેશે તો સ્થિતિ વધુ પડકારજનક બની રહેશે. જોકે ઈમરજન્સી સેવાઓ હાઈ એલર્ટ પર છે અને સ્થિતિ સામાન્ય થવાની રાહ જોવાઈ રહી છે.