Wed Aug 26 2026

Logo

તમાકુ નશીલો પદાર્થ નથી? કન્ઝ્યુમર ફોરમે આપી આવી વ્યાખ્યા, વીમા કંપનીની દલીલ ફગાવી

2026-02-26 19:35:00
Author: Savan Zalariya
તમાકુ નશીલો પદાર્થ નથી? કન્ઝ્યુમર ફોરમે આપી આવી વ્યાખ્યા, વીમા કંપનીની દલીલ ફગાવી

વડોદરા: તમાકુનું સેવન કેન્સર પેદા કરી શકે છે, પણ શું તેને નશીલો પદાર્થ ગણી શકાય? વડોદરા કન્ઝ્યુમર ફોરમે તમાકુને નશીલો પદર્શ ગણવાનો ઇનકાર કર્યો છે, ડભોઈ એક સહેવાસીને ઈન્સ્યોરન્સ ક્લેઇનચુકવવા વીમા કંપનીને આદેશ આપતા કન્ઝ્યુમર ફોરમે અવલોકન કર્યું કે જેનાથી વ્યક્તિ પોતાના શરીર કે વર્તન પર કાબુ ગુમાવી બેસે, એને નશીલો પદાર્થ ગણી શકાય. તમાકુના સેવનથી આવું થતું નથી.

અહેવાલ મુજબ અરજદારે એક ઇન્શ્યોરન્સ કંપની પાસેથી વીમા પૉલિસી ખરીદી હતી, વીમા ધારકને ફેબ્રુઆરી 2020 માં જડબાના જમણા ભાગમાં દુખાવો શરુ થયો થયો હતો, જેના ઈલાજ માટે તેને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને એપ્રિલ 2020 માં તેને હોસ્પિટલમાંથી રજા નળી હતી. આ સારવાર માટે વીમા ધારકે  રૂ.1.64 લાખનો વીમો ક્લેઈમ કર્યો હતો, જો કે  કંપનીએ માત્ર રૂ. 76,121 જ ચૂકવ્યા હતાં.

વીમા કંપનીએ કેન્સરની સારવારનો ક્લેઈમ ફગાવ્યો:

ત્યાર બાદ સપ્ટેમ્બર 2021 માં વીમા ધારકને ફરીથી દુખાવો ઉપડતા, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જાણવા મળ્યું કે તેને બકલ મ્યુકોસા કેન્સર છે, જે મોઢામાં થતું એક પ્રકારનું કેન્સર છે. હોસ્પિટલમાં કેન્સરનું નિદાન કરવામાં આવ્યું, સારવારનો ખર્ચ રૂ.4.31 લાખ રૂપિયા આવ્યો. વીમા ધારકે રૂ.2 લાખનો વીમો ક્લેઈમ કર્યો. વીમા કંપનીએ આ ક્લેઈમ ફગાવી દીધો. 

કંપનીની દલીલ:

ક્લેઈમ ફગાવતા વીમા કંપનીએ દલીલ આપી કે વીમા ધારક લગભગ 10 વર્ષથી સુધી તમાકુનું સેવન કરતો હતો. કંપનીએ દલીલ કરી કે તેની પોલિસી મુજબ દારૂ અને ડ્રગના ઉપયોગ અથવા તેનાથી ઉદ્ભવતી કોઈપણ વ્યસનકારક સ્થિતિની સારવાર માટે ક્લેઈમ સ્વીકારવામાં આવશે નહીં. 

વીમા ધારકની દલીલ:

વીમા ધારકે નવેમ્બર 2022 માં વડોદરા જિલ્લા કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન સમક્ષ વીમા કંપની સામે ફરિયાદ દાખલ કરી હતી. વીમા ધારકે જણાવ્યું કે તેણે ક્યારેય તમાકુનું સેવન કર્યું નથી અને તેને કેન્સર તમાકુના સેવનને નહતું થયું. 

કમિશને કર્યું આવું અવલોકન:

સુનાવણી દરમિયાન કમિશને અવલોકન કર્યું કે ક્લેઈમ ફગાવવાને લગતી કલમમાં ડ્રગ્સ, આલ્કોહોલ અને નશીલા પદાર્થોનો ઉલ્લેખ છે, પરંતુ તમાકુનો કોઈ ઉલ્લેખ નથી. તમાકુને નશીલો પદાર્થ ગણી શકાય નહીં.  

કમિશને જણાવ્યું કે જો કોઈ આલ્કોહોલિક પીણા અથવા દવાને કારણે વ્યક્તિ તેના શરીર અને વર્તન પરનો નિયંત્રણ ગુમાવે, તો તે પદાર્થને નશીલો પદાર્થ કહી શકાય. તમાકુથી આવી કોઈ અસર થતી નથી.