Tue Sep 01 2026

Logo

અમેરિકા માટે ઇરાન બન્યું પડકાર, અમેરિકન સૈન્યની તાકત અડધી થઇ હોવાના અહેવાલ

WASINTON DC   2026-08-05 15:54:03
Author: Chandrakant Kanoja
અમેરિકા માટે ઇરાન બન્યું પડકાર, અમેરિકન સૈન્યની તાકત અડધી થઇ હોવાના અહેવાલ

ChatGPT Image


વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધના લીધે ઇરાન અમેરિકા માટે મોટો પડકાર બન્યું છે. જેમાં મળતી માહિતી મુજબ આ યુદ્ધમાં અમેરિકાની સૈન્ય તાકત અડધી થઇ છે. જેમાં અમેરિકા પાસે લાંબી દૂરી સુધી માર કરતી મિસાઇલની સંખ્યા ઘટી છે. આ બંને દેશો વચ્ચે છેલ્લા પાંચ માસથી યુદ્ધ ચાલી રહ્યું છે.

બંને લાંબા અંતરની મિસાઇલોનો સંપૂર્ણ સ્ટોક ખતમ

અમેરિકા પાસે જે મિસાઇલોનો સ્ટોક નહિવત રહ્યો છે તેમાં ATACMS (આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ) અને નવી પેઢીના PrSM (પ્રિસિઝન સ્ટ્રાઇક મિસાઇલ) છે. આ અંગે સૂત્રોનો દાવો છે કે આ બંને લાંબા અંતરની ચોકસાઇ-સ્ટ્રાઇક મિસાઇલોનો લગભગ સંપૂર્ણ સ્ટોક ખતમ થઈ ગયો છે. PrSM એક નવી સિસ્ટમ હોવાથી તેની પ્રારંભિક ઇન્વેન્ટરી પહેલાથી જ મર્યાદિત હતી.

ઉત્પાદન ઝડપથી વધારવામાં આવી રહ્યું છે 

આ યુદ્ધમાં અમેરિકન સૈન્ય પાસે મુખ્ય મિસાઇલોનો લગભગ સંપૂર્ણ સ્ટોક ખતમ થયો છે. જો કે વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોનના જણાવ્યા મુજબ  અમેરિકા  પાસે હજુ પણ પૂરતા પ્રમાણમાં વધુ શસ્ત્રો છે અને તેનું ઉત્પાદન ઝડપથી વધારવામાં આવી રહ્યું છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા મિસાઇલ ભંડારોમાંથી શસ્ત્રો મંગાવવાનું શરૂ

આ સ્થિતી અમેરિકામાં માટે એટેલ ચિંતાજનક છે કારણ કે જ્યારે  ફેબ્રુઆરીમાં આ યુદ્ધ શરૂ થયું ત્યારે અપેક્ષા હતી કે તે  ઝડપથી પૂર્ણ થશે. જોકે, આજે  પાંચ મહિના પછી પણં યુદ્ધ ચાલુ છે. તેમજ યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આ અછતને પહોંચી વળવા માટે વિશ્વભરના અન્ય યુએસ લશ્કરી કમાન્ડ દ્વારા રાખવામાં આવેલા મિસાઇલ ભંડારોમાંથી શસ્ત્રો મંગાવવાનું શરૂ કર્યું છે.