લખનઉઃ ઉત્તર પ્રદેશમાં આવેલા ભયંકર વાવાઝોડામાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે. બુધવારે આવેલા વાવાઝોડા અને ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. આ સાથે અનેક ઘરો પણ ધરાશાયી થયાના અહેવાલો મળ્યાં છે. આ કુદતરી આપદામાં કુલ 89 લોકોનું અકાળે મોત થયું હતું. આ મામલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારે શોક વ્યક્ત કર્યો છે. ભારતના એક રાજ્યમાં આવેલી આપત્તીમાં થયેલી જાનહાનિમાં રશિયાના રાષ્ટ્રપતિ શોક વ્યક્ત કરી રહ્યાં છે.
રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલય જાહેર કર્યું સત્તાવાર નિવેદન
વિગતે વાત કરવામાં આવે તો રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે, પુતિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલેલા સંદેશમાં કુદતરી આપદામાં જેમના મોત થયા તેમના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જે લોકો ઘાયલ થયા છે તેઓ પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ જાય તે માટે કામના પણ કરી છે. આ શોક સંદેશ ભારત અને રશિયા વચ્ચેની ગાઢ મિત્રતાનું પ્રમાણ છે.
મૃતકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી
ઘાયલોને સાંત્વના આપતા પુતિને કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ચક્રવાતને કારણે થયેલા જાનમાલના ભારે નુકસાન તેમજ વ્યાપક વિનાશ અંગે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.. આ સાથે વધુમાં કહ્યું કે, પીડિતોના પરિવારજનો અને મિત્રો પ્રત્યે મારી સંવેદનાઓ વ્યક્ત કર્યું છે. આ સાથે આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ હું પ્રાર્થના કરું છું.
કમોસમી વરસાદના કારણે 87 લોકોએ જીવ ગુમાવ્યો
વાવાઝોડા અને વરસાદની વાત કરવામાં આવે તો, હવામાનમાં અચાનક ફેરફાર વચ્ચે બુધવારે ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ભારે વાવાઝોડા અને વરસાદ શરૂ થયો હતો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે જાનહાનિ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ આપદામાં 87 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઉત્તર પ્રદેશમાં થયેલા કમોસમી વરસાદના કારણે જાનહાનિ સાથે સાથે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓને 24 કલાકની અંદર અસરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે.