Thu Jun 18 2026

Logo

આણંદની ઉમરેઠ બેઠકની પેટાચૂંટણી જાહેર, 23 એપ્રિલે મતદાન

2026-03-15 19:28:36
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાનના કારણે ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચે કરી હતી. 

આ જાહેરાત અનુસાર તા.૩૦મી માર્ચ, ૨૦૨૬ ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે,  તા.૬ઠ્ઠી  એપ્રિલ,  સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે,  તા.૭મી એપ્રિલે  ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે,  તા.૯મી એપ્રિલે સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે,  તા.૨૩મી એપ્રિલે મતદાન યોજાશે અને 4થી મેના રોજ પરિણામની જાહેરાત કરવામાં આવશે. 

ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.૩૦ માર્ચ, ૨૦૨૬ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૨૩ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતદાન તથા તા.૪ મે, ૨૦૨૬ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે તા.૧૫ માર્ચ, ૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.